Gujarat News/ પદ્મશ્રી મથુર સવાણીની મોટી પહેલ, પાટીદાર સમાજમાં ‘સામાજિક બંધારણ’ ઘડવા માંગ્યો જનમત

પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ (Patidar Samaj Social Constitution) ઘડવા પદ્મશ્રી મથુર સવાણીએ જનમત માંગ્યો. ખર્ચાળ રિવાજો સામે ડિજિટલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન શરૂ.

Gujarat Top Stories Surat
Patidar Samaj

Patidar Samaj Social Constitution: ગુજરાતના સુખી અને સંપન્ન પાટીદાર સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને ખર્ચાળ પ્રસંગો પર લગામ લગાવવા માટે પદ્મશ્રી મથુર સવાણીએ એક મજબૂત આહવાન કર્યું છે. ઠાકોર સમાજની જાગૃતિ બાદ હવે પાટીદાર સમાજને પણ એક ‘સામાજિક બંધારણ’ (Patidar Samaj Social Constitution) માં બાંધવા માટે તેમણે જનમત મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

દેખાડા અને મોંઘવારી સામે ખુલ્લો મોરચો

મથુર સવાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી Patidar Samajમાં વધતા જતા ખોટા દેખાડા અને આર્થિક ભારણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, લગ્ન અને સામાજિક પ્રસંગોમાં થતા અઢળક ખર્ચને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે જૂના રિવાજોને બદલવા હવે અનિવાર્ય બન્યા છે.

ડિજિટલ લિંક દ્વારા જનમતની માંગ

સમાજ સુધારાની આ માગને વેગ આપવા મથુર સવાણીએ એક ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક જાહેર કરી છે. તેમણે પાટીદાર પરિવારોને અપીલ કરી છે કે:

નામ, ગામ અને મોબાઈલ નંબર સાથે પોતાનો અભિપ્રાય આપે.

જો લાખોની સંખ્યામાં રજીસ્ટ્રેશન થશે, તો જ તેને સમાજની ઈચ્છા ગણવામાં આવશે.

જો લોકો સહકાર નહીં આપે, તો વર્તમાન ખર્ચાળ રિવાજોને જ Patidar Samajની મંજૂરી ગણવામાં આવશે.

કોણ છે પદ્મશ્રી મથુર સવાણી?

માથુર માધાભાઈ સવાણી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. તેમણે જળ સંરક્ષણ અને ‘દીકરી બચાવો’ અભિયાનમાં પાયાનું કાર્ય કર્યું છે. વર્ષ 2014માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ‘મહાપ્રસાદ’ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવામાં તેમનું મોટું યોગદાન છે.

Patidar Samajમાં જાગૃતિની નવી લહેર

એક તરફ પાટીદાર સમાજ દીકરીઓના પ્રેમલગ્ન અને વાલીની સંમતિ જેવા વિષયો પર મંથન કરી રહ્યો છે, ત્યારે મથુર સવાણીએ ‘સામાજિક બંધારણ’ ઘડવાની વાત કરી નવી દિશા ચીંધી છે. હવે જોવાનું એ રહે છે કે ગુજરાતભરના પાટીદારો આ ડિજિટલ મિશનમાં કેટલી મોટી સંખ્યામાં જોડાય છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટીદાર સમાજની રજૂઆત બાદ હીરા સોલંકી મેદાને, ભાગેડુ લગ્ન મુદ્દે કાયદો બનાવવા MLAની માંગ

આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી

આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી