Amreli News/ પાટીદાર સમાજની રજૂઆત બાદ હીરા સોલંકી મેદાને, ભાગેડુ લગ્ન મુદ્દે કાયદો બનાવવા MLAની માંગ

હીરા સોલંકીએ ભાગેડુ લગ્ન મુદ્દે કાયદો બનાવવા માંગ કરી છે.ભાગેડુ લગ્ન મુદ્દે હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
સમાજ

Amreli News:અમરેલીના ધારાસભ્ય હીરા સોલંકી પાટીદાર સમાજની રજૂઆત બાદ હીરા સોલંકીએ મેદાને આવ્યા છે તેમને  ભાગેડુ લગ્ન મુદ્દે કાયદો બનાવવા માંગ કરી છે.ભાગેડુ લગ્ન મુદ્દે હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો છે. તેમને કહ્યું છે કે માં બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય છે.

પાટીદાર સમાજના નેતાઓની રજૂઆત 

બે દિવસ પહેલા (9 ડિસેમ્બર) ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર સમાજની સરકારને રજૂઆત કરવામાં હતી. ભાગી જવાની વધતી જતી  સંખ્યા અને તેના પરિણામે ઉભી થતી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતિત, પાટીદાર સમુદાયના નેતાઓએ સરકાર (Government) સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં લગ્ન નોંધણી પ્રણાલીમાં ફેરફારની રજૂઆત કરવામાં આવી હતી.આ બેઠક બાદ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આ વાત પર ભાર મૂક્યો હતો કે લગ્ન નોંધણી ઓનલાઈન થવી જોઈએ અને ફક્ત દંપતીના આધાર કાર્ડ પર નોંધાયેલા સરનામે જ મંજૂરી આપવી જોઈએ, જેથી માતાપિતાને લગ્ન સામે વાંધો ઉઠાવવા માટે પૂરતો સમય મળે.

તેમણે વધુ ગંભીર આરોપ લગાવતા આરોપ લગાવ્યો  હતો કે કેટલાક તલાટીઓ (Talatiyo) ફ્રોડ લગ્ન નોંધણીનું કૌભાંડ ચલાવી રહ્યા છે. ગૃહમંત્રીને તેમની સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. પાટીદાર સમુદાયે બેઠક દરમિયાન બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાટીદાર નેતા વરુણ પટેલે માંગ કરી  હતી કે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) શ્રેણી માટે અનામત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સુધી લંબાવવામાં આવે. વરુણ પટેલે દલીલ કરી હતી કે શિક્ષણ અને રોજગાર માટે આર્થિક અનામત પહેલાથી જ અસ્તિત્વમાં હોવાથી, OBC અનામતની જેમ, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં EWS શ્રેણીને પણ અનામતનો લાભ મળવો જોઈએ.  ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ ભાગેડુ લગ્ન મુદ્દે કાયદો બનાવવાની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને મળી શકે છે રાહત

આ પણ વાંચો:પાટીદાર સમાજે સુધારાની પહેલ કરી, ખોટા ખર્ચા પર અંકુશ લાવવા નિર્ણય

આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી