Not Set/ જૂનાગઢ/ મેયરની ચેમ્બર બહારનાં ડસ્ટબીનમાંથી દારુની બોટલ મળતા વિપક્ષનાં ગંભીર આક્ષેપો..

જૂનાગઢમાં દારુની અજીબો ગરીબ દંગલ જોવામાં આવી રહી છે. જી હા જૂનાગઢ કોર્પોરેશનનાં ઉચ્ચ પદ્દાધિકારીની ચેમ્બર બહાર દારુની બોટલ મળી આવતા આ દંગલ જામી છે અને દંગલ આકરા રુપ ઘારણ કરે તેવુ પ્રતિત થઇ રહ્યું છે. વાત જાણે એમ છે કે, જૂનાગઢ મેયરની ચેમ્બરની બહાર પાડેલી કચરા પેટીમાંથી દારૂની ખાલી બોટલો ઝડપાઈ આવી છે.  જૂનાગઢ મેયરની ચેમ્બરની […]

Gujarat Others

જૂનાગઢમાં દારુની અજીબો ગરીબ દંગલ જોવામાં આવી રહી છે. જી હા જૂનાગઢ કોર્પોરેશનનાં ઉચ્ચ પદ્દાધિકારીની ચેમ્બર બહાર દારુની બોટલ મળી આવતા આ દંગલ જામી છે અને દંગલ આકરા રુપ ઘારણ કરે તેવુ પ્રતિત થઇ રહ્યું છે. વાત જાણે એમ છે કે, જૂનાગઢ મેયરની ચેમ્બરની બહાર પાડેલી કચરા પેટીમાંથી દારૂની ખાલી બોટલો ઝડપાઈ આવી છે. 

જૂનાગઢ મેયરની ચેમ્બરની બહારથી દારુની બોટલ મળી આવતા તતકાલ પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ લખાય છે ત્યાં સુધી એટલે કે લાબો સમય જતા પણ હજુ સુધી પોલીસ નથી આવી. પોલીસ આ મામલે કોઇ એકશન ન લેતા અને સ્થળ પર જ ન આવતા,  પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટરએ સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યો હોવાનું સામે આવે છે. આ બોટલ મેયર ની ચેમ્બર પાસે પડેલી કચરા પેટી માં ક્યાંથી  આવી  તે તપાસ નો વિષય

હાલ એક બાજુ કોરોનાથી લોકો પરેશાન છે અને પોતાના જીવ પડી કે બંધાયેલા હોવાનું લોકો અનુભવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર પર દારૂનો ધંધો ચલાવવાનો પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર ધર્મેશ પરમાર  દ્વારા ખુલો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર ધર્મેશ પરમાર  દ્વારા ખુલો આક્ષેપો કરતા સત્તાધારી પક્ષ વિસ્ટમણની સ્થિતિમાં આવી ગઇ છે. 

આ મામલાની સાથે સાથે પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર ધર્મેશ પરમાર દ્વારા ખુલો માંગ કરવામાં આવી છે કે, જૂનાગઢ મેયરની ચેમ્બરની બહારથી દારુની બોટલ મળી આવી છે તો તે ત્યાં કેવી રીતે પહોંચી ગઇ તેની વિગતવાર તપાસ કરવામાં આવે અને આ કાંડમાં શું હકીકતો છે તે પ્રજા સમક્ષ લાવવામાં આવે. સમગ્ર શહેરની જવાબદારી જે વ્યક્તિ પર છે તેવા મેયરની ચેમ્બર સુધી અને મનાપા કચેરીમાં દારુ આવ્યો ક્યાંથી અને કોણ લઇને આવ્યો અને પાછી બોટલ ખોલી હોવાથી પાર્ટી ક્યાં કરવામાં આવી તેવા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવતા જૂનાગઢનાં રાજકીય વર્તુળમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….