સિદ્ધપુર,
સિદ્ધપુરના ખોલવાડા પ્રાથમિક શાળામાં દુર્ઘટના ઘટી હતી. મધ્યાહન ભોજન બનાવતા સમયે અચાનક જ કૂકરના ઉપરના ભાગમાં આવેલ સીટીની નીચેનો ભાગ લીકેજ થયો હતો.
મધ્યાહ્નન ભોજન બનાવનાર બહેન અને તેમની 4 વર્ષીય પુત્રી દાઝયા હતા. માતા અને પુત્રીને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શાળાના આચાર્યે જણાવ્યુ હતુ કે માતા અને પુત્રીને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને બંનેની તબિયત સારી છે.
