Surendranagar News/ ડીઝલ અછત મુદ્દે ગધેડા સાથે કોંગ્રેસનો અનોખો વિરોધ

Surendranagar News : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ (Diesel)ની કથિત અછતને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ગધેડા પર ખાલી કેરબા મૂકી ઢોલ-નગારા સાથે પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાજ્યભરમાં […]

Gujarat Others
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ (Diesel)ની કથિત અછતને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે

Surendranagar News : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ (Diesel)ની કથિત અછતને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ગધેડા પર ખાલી કેરબા મૂકી ઢોલ-નગારા સાથે પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલ (Diesel) માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને ખેડૂતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી માટે ટ્રેક્ટર અને અન્ય સાધનો ચલાવવા ડીઝલ જરૂરી હોવા છતાં પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.

“ચૂંટણી પહેલા વાયદા, હવે જનતા પરેશાન”

વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારે પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નહીં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

તેમણે જણાવ્યું કે, ખેડૂતોને જમીન ખેડવા માટે પૈસા નથી, જીરાના ભાવ ઘટી રહ્યા છે અને ખાતરના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ડીઝલ ન મળતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.

ગધેડા સાથે વિરોધ પાછળનો સંદેશ

કોંગ્રેસ (Congress)આગેવાનોનું કહેવું છે કે, જૂના સમયમાં બળદ અને ગધેડાથી ખેતી થતી હતી. હાલની પરિસ્થિતિમાં જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ફરી એવી જ સ્થિતિ સર્જાશે. આ સંદેશ સરકાર સુધી પહોંચાડવા માટે જ ગધેડા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ખેડૂત આગેવાન રણજિતસિંહ ઝાલાએ જણાવ્યું કે, સરકારના નવા નિયમો મુજબ ખેડૂતોને પેટ્રોલ-ડીઝલ લેવા માટે વાહન અને જમીનના સાત-બારના દસ્તાવેજો બતાવવા પડે છે. છતાં કલાકો સુધી રાહ જોવી પડે છે અને પૂરતું ડીઝલ મળતું નથી.

તેમણે સરકાર પાસે માંગ કરી કે, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હાલાકીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક પેટ્રોલ-ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.


આ પણ વાંચો : શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ભીડ અને અફરાતફરી વચ્ચે IOCL એ જાહેર કર્યું મોટું નિવેદન

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ડીઝલની ભારે અછત, પેટ્રોલ પંપો પર લાગી વાહનોની લાંબી લાઈનો

આ પણ વાંચો : પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સરકારની મોટી જાહેરાત, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો સ્ટોક