Amreli News/ અમરેલીમાં બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત

Amreli News : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક રાત્રિના સમયે ભયાનક માર્ગ અકસ્માત (Accident)સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર […]

Gujarat Others Breaking News
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક રાત્રિના સમયે ભયાનક માર્ગ અકસ્માત (Accident)સર્જાયો હતો

Amreli News : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક રાત્રિના સમયે ભયાનક માર્ગ અકસ્માત (Accident)સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.

અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ

અકસ્માત (Accident) થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, કારમાં સવાર ત્રણેય લોકોના મોત થઈ ચૂક્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો.

મૃતકોની ઓળખ જાહેર

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાં જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા, ભરતભાઈ હરિભાઈ સોજીત્રા અને અસ્મિતાબેન ચતુરભાઈ ગઢીયાનો સમાવેશ થાય છે.

પોલીસે તપાસ શરૂ કરી

લાઠી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બસ ચાલકની શોધખોળ શરૂ કરી છે તેમજ મુસાફરોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો : 3 હોસ્પિટલ બદલી છતાં અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલ માસૂમ ન બચ્યો

આ પણ વાંચો : રાણીપમાં BRTS બસ અકસ્માતમાં બાઈકચાલક ઘાયલ

આ પણ વાંચો : ભાવનગરમાં ભયાનક અકસ્માતઃ કારમાં બઠેલા ત્રણેયના ઘટનાસ્થળે મોત