Mahesana News/ મહેસાણામાં જપ્ત કરાયેલું કરોડોની કિંમતનું ઘી નકલી નીકળ્યું

ફેક્ટરીમાં એલસીબી અને ફૂડ વિભાગના દરોડામાં પડ્યા હતા

Top Stories Gujarat Others

Mahesana News: મહેસાણા જીલ્લાના કડી (Kadi) તાલુકાના બુડાસણ ગામની (Budasan) સીમમાં રાજરત્ન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ઘી (Butter) બનાવતી ફેક્ટરીમાં એલસીબી અને ફૂડ વિભાગના દરોડામાં પડ્યા હતા જેમાં શંકાસ્પદ ઘી અને અન્ય ઉત્પાદનનો કુલ 1.24 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં હવે કોર્ટ કાર્યવાહી બાદ આગળ પગલા લેવામાં આવશે.

કડીના બુડાસણ ગામે બે મહિના પહેલાં મહેસાણા LCB અને ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમોએ શંકાસ્પદ ઘી સહિતનો 43 હજાર કિલોનો કુલ રૂપિયા 1.24 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. જે તમામ ઘીનાં નમૂનામાં ફોરેન વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું. જેની લેબમાં તપાસ કરાતા નમૂના ફેઈલ થયા હતા. આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેમજ કોર્ટના હુકમ ન થાય ત્યાં સુધી જથ્થો જપ્ત રહેશે.

અમદાવાદ શહેરમાં ચાંદલોડિયામાં રહેતા જનકભાઈ ભાવસારની બુડાસણમાં ચાલતી ફેક્ટરીમાં બાતમીના આધારે એલસીબી અને ખાદ્ય વિભાગની અધિકારીઓએ 12 ઓક્ટોબરના રોજ દરોડા પાડ્યા હતા. જેમાં હરિઓમ પ્રોડક્ટ્સની દુકાન નંબર. 25થી 32 અને દુકાન નંબર A8-4માંથી શંકાસ્પદ ઘીનો જથ્થો અને રિફાઈન્ડ પામ્સ ઓઈલ, પામ ઓઈલ અને ફોરેન ફેટનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડામાં ફોરેન્સિક લેબની ટીમે 6 જેટલા અલગ અલગ નમૂના ટેસ્ટિંગ માટે લીધા હતા. લેબમાં નમૂના ફેલ આવતા રૂપિયા 12497440ની કિંમતનો 43109 કિલો શંકાસ્પદ માલ જપ્ત કરી ફેક્ટરીનું સંચાલન કરતા ડાંગી રામુ ડાકપરામ વિરૂદ્ધ કડી પોલીસે ફરિયાદ નોંધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમે રસોઈમાં નકલી ઘી વાપરતાં તો નથી ને? આખરે ચકાસણી કેવી રીતે કરવી…

આ પણ વાંચો:ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 50 ક્વિન્ટલ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, જાણો ક્યાંથી ઝડપાઈ નકલી ઘી બનવાવાની ફેકટરી