Ahmedabad News/ અમદાવાદના ઉમિયા કેમ્પમાં 16 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત

પોલીસે ઘટનાની વિવિધ પાસાઓથી તપાસ શરૂ કરી છે અને આપઘાત (Suicide)પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Gujarat Top Stories Ahmedabad
અમદાવાદ (Ahmedabad)ના ઉમિયા કેમ્પ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષના એક વિદ્યાર્થીએ આપઘાત (Suicide)કરી જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના ઉમિયા કેમ્પ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષના એક વિદ્યાર્થીએ આપઘાત (Suicide)કરી જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી આર.સી. ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ઉમિયા કેમ્પ (Umiya Camp)વિસ્તારમાં તેણે આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે ઘટનાની વિવિધ પાસાઓથી તપાસ શરૂ કરી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો, ડીન રજા પર

આ પણ વાંચો : સુરતમાં પ્રેમપ્રકરણનો કરુણ અંત; યુવક અને સગીરાએ ઝાડ સાથે ફાંસો ખાઈ કર્યો આપઘાત

આ પણ વાંચો : વડોદરામાં રિલાયન્સ એન્જિનિયરની પત્નીનો આપઘાત, પગ પર લખી સુસાઈડ નોટ; ₹2 લાખ માટે ત્રાસનો આક્ષેપ