surat breking news/ સુરતમાં પ્રેમપ્રકરણનો કરુણ અંત; યુવક અને સગીરાએ ઝાડ સાથે ફાંસો ખાઈ કર્યો આપઘાત

Suratના સંજયનગર વિસ્તારમાં 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમસંબંધમાં ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories Gujarat Trending Breaking News
couple-hanged-themselves-in-surat-udhana

Surat Sanjaynagar Young Couple Suicide News:  સુરતના ઉધના વિસ્તારમાં સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક એક યુવક અને 16 વર્ષીય સગીરાના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. આજે સવારે રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે બંને મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.

બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક યુવકની ઉંમર 24 વર્ષ હોવાનું સામે આવ્યું છે. તે મૂળ દાહોદનો રહેવાસી હતો અને આશરે દોઢ મહિના પહેલાં રોજગાર માટે સુરત(Surat) આવ્યો હતો. જ્યારે યુવતી 16 વર્ષની સગીરા હોવાનું જાણવા મળ્યું છે. બંને છેલ્લા કેટલાક સમયથી સાથે મજૂરીકામ માટે જતા હતા અને આ દરમિયાન તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાની માહિતી મળી છે. પરિવારજનોને આ સંબંધ અંગે જાણ નહોતી.

Surat

બે દિવસથી બંને હતા ગુમ

પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને છેલ્લા બે દિવસથી લાપતા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આજે સવારે Surat ના રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારજનોમાં શોકનો માહોલ

ઘટનાની જાણ થતાં બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવતીના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે તે બે દિવસથી ગુમ હતી અને પરિવાર તેને શોધી રહ્યો હતો. બીજી તરફ યુવકના પરિવારજનોએ પણ બંનેના ગુમ થયા બાદ તેમની શોધખોળ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તપાસ શરૂ કરી

હાલ Surat ના ઉધના પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. બંનેના મોત પાછળના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ ઘટનાને લઈને વધુ વિગતો સામે આવી શકે છે.