Surat News/ પ્રેમપ્રકરણનો કરુણ અંત! સુરત કોઝવેમાં યુવતીનો આપઘાત, દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ

સુરત (Surat) ના અમરોલીમાં પ્રેમી સાથેના ઝઘડા બાદ યુવતીએ કોઝવેમાં ઝંપલાવી આપઘાત કર્યો. દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ થતા હાલત ગંભીર.

Gujarat Top Stories Surat
Surat Amroli Suicide News

Surat Amroli Suicide News: સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં થયેલા એક સામાન્ય ઝઘડાએ બે પરિવારોની દુનિયા ઉજ્જડ કરી નાખી છે. આવેશમાં આવીને ભરેલું એક ખોટું પગલું કેટલું ભયાનક હોઈ શકે છે, તેનો જીવંત અને કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે, તો બીજી તરફ દીકરીના મોતના વિરહમાં માતા મરણપથારીએ છે.

Suratમાં પ્રેમીનો આત્મહત્યાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન પ્રેમીએ આવેશમાં આવી પોતાની પ્રેમિકાની નજર સામે જ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમીને આવી હાલતમાં જોઈ પ્રેમિકા હેબતાઈ ગઈ હતી અને તેને લાગ્યું કે હવે પ્રેમી બચશે નહીં.

ગભરાટમાં પ્રેમિકાએ પણ મોતને વહાલું કર્યું

પ્રેમીના આ કૃત્યથી ડરી ગયેલી પ્રેમિકા માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી. ગભરામણ અને ડરના માર્યા તેણે પણ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું અને તે સીધી કોઝવે પહોંચી હતી. ત્યાં પાણીના તેજ પ્રવાહમાં તેણે મોતની છલાંગ લગાવી દીધી હતી. બીજા દિવસે યુવતીનો મૃતદેહ કોઝવેના પાણીમાં તરતો મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પરિવાર પર આભ ફાટ્યું

આ ઘટનાની જાણ થતા જ યુવતીના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. જુવાનજોધ દીકરીના મોતના સમાચાર સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ આઘાત તે સહન ન કરી શકી અને તેમને સ્થળ પર જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. હાલમાં માતાની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે પરિવાર પર બેવડી આફત આવી પડી છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્ષણિક આવેશમાં લીધેલા નિર્ણયો માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ આખા પરિવારને પાયમાલ કરી નાખે છે.


આ પણ વાંચો:  સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાં દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

આ પણ વાંચો: કુદરતનો કહેર! સુરતમાં મનપાનું બોર્ડ પડતા યુવકનું મોત, જામનગરમાં હેવી વીજ ટાવર ધરાશાયી

આ પણ વાંચો: સુરતમાં વાવાઝોડાનો કહેર, લોખંડનું બોર્ડ પડતાં યુવકનું મોત