Surat News/ સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાં દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

સુરતમાં (Surat) સોશિયલ મીડિયા મારફતે થયેલી ઓળખાણ એક યુવતી માટે દુઃસ્વપ્ન બની ગઈ છે. લગ્નની લાલચ આપી યુવક દ્વારા હોટલમાં દુષ્કર્મ કરાયું અને બાદમાં અંગત વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Gujarat Surat
Surat

સુરતમાં  રહેતી એક યુવતી માટે સોશિયલ મીડિયા પર અજાણ્યા યુવક સાથે થયેલી ઓળખાણ ભારી પડી છે. લગ્નની ખોટી લાલચ આપી યુવક તેને હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે દુષ્કર્મ આચરી અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં યુવક દ્વારા સંબંધ તોડી નાખવામાં આવ્યો અને બદનામ કરવાની ઈરાદે તે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેવામાં આવ્યો હતો.

Surat rape case
Surat rape case

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં એકલી રહેતી યુવતીની ત્રણ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકાના કૈયાર ગામના રહેવાસી કરણ નરેશભાઈ દંતાણી સાથે ઓળખાણ થઈ હતી. મિત્રતા વધ્યા બાદ યુવક યુવતીને લગ્ન કરવાની ખાતરી આપતો રહ્યો, જેના કારણે યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી.

સુરત (Surat) આવી યુવતીને મળવા બોલાવી હતી

કરણે સુરત આવી યુવતીને મળવા બોલાવી હતી અને સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નની ખાતરી આપી તેની સાથે બળજબરીથી શારીરિક શોષણ કર્યું હતું અને અંગત ક્ષણોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં તેણે યુવતી સાથે સંબંધ તોડી નાખ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો વીડિયો

આ પછી ગત 3 ફેબ્રુઆરીએ આરોપીએ તે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી હેરાન-પરેશાન બનેલી યુવતીએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કરણ દંતાણી સામે બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો હતો.

આરોપી મહેસાણામાં હોવાની માહિતી મળતાં સુરત પોલીસ ટીમે ત્યાં જઈ તેને ઝડપી લીધો હતો અને સુરત લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો:ઘરમાં જ લૂંટાઈ લક્ષ્મી,નરાધમ પિતા-દાદાએ અઢી વર્ષની બાળકી પર 6 મહિના સુધી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:સુરત ગેંગરેપ મામલો : અઠવા ગેટ ખાતે કિન્નરોએ સુત્રોચ્ચાર કરી આરોપીઓને ફાંસી આપવા કરી માંગ

આ પણ વાંચો:સુરત/ બેટીઓ નથી સલામત..11 વર્ષની માસુમ બાળકી પર નરાધમ પિતાએ આચર્યું દુષ્કર્મ