ગાંધીના ગુજરાતમાં હવે જંગલરાજ ફેલાઈ ગયું છે. છાશવારે માસુમ બાળકી પર દુષ્કર્મ કે સામુહિક દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. હજુ તો વડોદરા, રાજકોટમાં સામૂહિક દુષ્કર્મની ઘટના શાંત પણ થઇ નથી. ત્યારે સુરતમાં સાવકા પિતાએ જ દીકરી પર દૂષ્કર્મ આચરતા રંગે હાથે ઝડપાયો છે.
આપને જણાવી દઈએ કે સાવકા પિતા દ્વારા 11 વર્ષની માસૂમ બાળકી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતુ હતુ. એટલું જ નહીં દુષ્કર્મ આચર્યા બાદ પિતાએ બાળકીને ધમકી પણ આપી હતી, જેના કારણે બાળકી પોતાની સાથે થઈ રહેલા ગુના અંગે કોઈને કહી ના શકી. પરંતુ જ્યારે પુત્ર અચાનક ઘરે આવ્યો ત્યારે પિતા રંગે હાથ ઝડપાયો હતો.
જે બાદ પુત્રએ આ વાત તેની માતાને કરી અને આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે સામે આવ્યું કે સાવકા પિતાએ એક કે બે વાર નહીં પરંતુ વારંવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
જયારે પિતા જ ભક્ષક બને ત્યારે દીકરીઓનું કોણ તે પણ એક મોટો સવાલ ઉભા થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
