Not Set/ પ્રજાનાં પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલનનું આયોજન

કોંગ્રેસ દ્વારા આજે શનિવારે જનવેદના આંદોલન યોજવામાં આવી રહ્યું છે. દેશભરમાં જ્યારે બેરોજગારી, પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોની વેદના, મોંઘવારી સહિતનાં મુદ્દે સામાન્ય પ્રજામાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનું આંદોલનનાં માધ્યમથી લોક પ્રશ્નોને વાચા આપવા માટે જનવેદના આંદોલન યોજવામાં આવ્યો છે. જનવેદના આંદોલનમાં  બપોરે સમયે અમદાવાદની આરટીઓ કચેરી ખાતે રેલી યોજી આશ્ચર્ય જનક કાર્યક્રમો યોજવામાં આવશે. […]

Ahmedabad Gujarat

કોંગ્રેસ દ્વારા આજે શનિવારે જનવેદના આંદોલન યોજવામાં આવી રહ્યું છે. દેશભરમાં જ્યારે બેરોજગારી, પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોની વેદના, મોંઘવારી સહિતનાં મુદ્દે સામાન્ય પ્રજામાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનું આંદોલનનાં માધ્યમથી લોક પ્રશ્નોને વાચા આપવા માટે જનવેદના આંદોલન યોજવામાં આવ્યો છે. જનવેદના આંદોલનમાં  બપોરે સમયે અમદાવાદની આરટીઓ કચેરી ખાતે રેલી યોજી આશ્ચર્ય જનક કાર્યક્રમો યોજવામાં આવશે.

જનવેદના આંદોલનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતચ કોંગ્રેસ પ્રભારી અને કેન્દ્રીય નેતા રાજીવ સાતવ ખાસ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસના જન આંદોલન વિશે વાત કરતા ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના રાજમાં ભરતી કૌભાંડ થાય છે. પરીક્ષામાં થતી ગેરરિતીની ઘટના વારંવાર સામે આવે છે. વિદ્યાર્થીઓની મજાક થાઇ રહી છે.  ઉમેદવારોના સપના રોળવાનું કામ ભાજપ કરે છે. ગુજરાતમાં ખેડૂતની સ્થિતિ ખરાબ છે. દેશની આર્થિક હાલત ખરાબ છે. કોંગ્રેસનું જન આંદોલન આવા જ વિવિધ મુદ્દાઓને લઈને પ્રજાનાં પ્રશ્નને વાચા આપવા માટે છે. આ સાથે સાથે રાજીવ સાતવ દ્વારા ગુજરાતમાં વધિ રહેલા ક્રાઇમ રેટ અને ખાસ કરીને મહિલા અને સગીરા તેમજ બાળકો સાથે વધી રહેલી અપરાધિક ઘટનાઓને ટાંકતા ઉમેરવામાં આવ્યું હતું કે,  ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.