સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા યાદી જાહેર કરીને મુરતિયાઓની પસંદગી પર મહોર મારવામાં આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ મચી ગઇ છે. તેની વચ્ચે હવે કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સુચના મુજબ પણ રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
UN / ખેડૂત આંદોલનના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, બંને પક્ષોને સંયમ રાખવા સલાહ
રાજકોટ શહેર માટે કોંગ્રેસની વધુ એક 39 ઉમેદવારોની યાદી ગઇકાલે મોડી રાત્રે 1 : 00 વાગ્યા પછી જાહેર કરવામાં આવી હતી ,અગાઉ 22 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે,હજુ 11 નામોની જાહેરાત બાકી હતી. તેની વચ્ચે વધુ 9 ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવી છે.તેમજ હજુ પણ 2 ઉમેદવારોના નામની યાદી જાહેર થવાની બાકી છે.કોંગ્રેસે રાજકોટ મનપાની ચૂંટણી માટે વધુ 9 ઉમેદવારોની જાહેર કરી છે. હજુ પણ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 16 માં એક એક ઉમેદવારોના નામ જાહેર થયા નથી.
કૃષિ આંદોલન / નજર પહોંચે ત્યાં સુધી દિલ્હીની બહાર ખેડૂતો અને અંદર પોલીસનું શાંતીપૂર્ણ ચક્કાજામ
જે કોંગ્રેસના ઉમેદવારોના નામ પર મહોર લાગી ગઈ છે તેઓના નામ આ પ્રમાણે છે. વોર્ડ નંબર 1 અમિત ભટ્ટ, રેખાબેન ગેડીયા, વોર્ડ નંબર 2 મનીષાબા વાળા, વોર્ડ નંબર 4 માં શીતલબેન પરમાર, વોર્ડ નંબર 7 માં રણજીત મુંધવા, વોર્ડ નંબર નવ મા અર્જુન દુધઝરીયા, વોર્ડ નંબર 11 માં સુરેશ બથવાર, વોર્ડ નંબર 13 માં આદિત્ય સિંહ ગોહિલ, વોર્ડ નંબર 18 માં નીતાબેન સોલંકીના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
KERAL / આ કારણથી કેરળમાં કોંગ્રેસીઓએ સચિન તેંડુલકરના પોસ્ટર પર કાળી શાહી ઢોળી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
