આજે ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનાં વિરોધમાં કરવમાં આવી રહેલા આંદોલનનો 73 મો દિવસ છે અને આજે ખેડૂત સંગઠનો દ્વારા દેશભરમાં ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આંદોલનનું એપી સેન્ટર બની ગયેલ દેશની રાજધાની દિલ્હીમાં, દિલ્હી બહાર જ્યા સુઘી નજર પહોંચે ત્યાં સુધી રસ્તા પર ખેડૂતો દેખાઇ રહ્યા છે અને શાંતીપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે, તો દિલ્હીની અંદર જ્યાં સુધી રસ્તા પર નજર પડે ત્યાં સુધી પોલીસ દેખાઇ રહ્યા છે અને બંદોબસ્તની કામગીરી કરી રહ્યા છે. દિલ્હીનાં હાલનાં દ્રશ્યો જોઇ એવુ લાગે કે દેશમાં માત્ર ખેડૂતો એટલે કે ઘરતીપુત્રો અને સુરક્ષા જવાનો એટલે કે ઘરતીપુત્રો(મા ભારતીના પુત્રો) જ શકુ કરી રહ્યા છે. વિડંબના એ છે કે એક મેક સામે સામે જોવામાં આવી રહ્યા છે.
KERAL / આ કારણથી કેરળમાં કોંગ્રેસીઓએ સચિન તેંડુલકરના પોસ્ટર પર કાળી શાહી ઢોળી
દિલ્હીની સરહદો પર બે મહિનાથી વધુ સમયથી ખેડુતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર પરેડમાં બબાલ થયા બાદ ખતમની આરે પહોંચી ગયેલ ખેડૂત આંદોલન ફરી સક્રિય થયુ અને ખેડૂત સંગઠનોએ ખેડૂત આંદોલનને વધુ ધાર આપવા આજનાં દિવસ માટે દેશવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી હતી. ખેડૂતોની આ ઝુંબેશને કોંગ્રેસ સહિત અનેક પક્ષો સમર્થન આપે છે. જોકે, રાજધાની દિલ્હીમાં ચક્કા જામની અસર નહીં પડે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે, આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ટ્રાફિક જામ થશે નહીં, કારણ કે અહીં ખેડૂતોને પ્રવેશવા ન દેવા માટે તંત્ર દ્વારા ફૌજ ઉતારી દેવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, આજે ખેડૂતો દેશના અન્ય ભાગોમાં રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગોને ત્રણ કલાક શાંતિપૂર્ણ રીતે વિક્ષેપિત કરશે. ‘ચક્કા જામ’ શનિવારે બપોરે 12 થી બપોરે 3 વાગ્યા સુધી કરવાની દરખાસ્ત છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શનિવારે કોઈ જામ થશે નહીં, પરંતુ આ બંને રાજ્યોના ખેડૂતોને ગમે ત્યારે દિલ્હી બોલાવી શકાય છે. ખેડૂતો દેશના અન્ય ભાગોમાં રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગોને ત્રણ કલાક શાંતિપૂર્ણ રીતે વિક્ષેપિત કરશે.
PM Modi / કૃષિમંત્રીની આ સ્પીચ જરૂર સાંભળો, PM મોદીએ કરી અપીલ
ખેડુતો શાંતિપૂર્ણ રીતે જામ કરી રહ્યા છે: ટિકૈત
ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે દેશમાં શાંતિપૂર્ણ રીતે ખેડૂતો દ્વારા નાકાબંધી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોને દેશની ધરતી સાથે જોડશે. નવા યુગનો જન્મ થશે. આમાં રાજકારણીઓ ક્યાં છે, અહીં કોઈ આવતું નથી. આ એક જન આંદોલન છે. રોટી તિજોરીમાં લોક ન થઇ જાય આ તેનું આંદોલન છે. યુપી અને ઉત્તરાખંડમાં કેટલાક લોકો ખાનાખરાબીની કોશિશમાં હતા માટે ત્યાં ચક્કાજામ થશે નહીં. અમે ક્યાં જઇશું નહી અને સામા ઓક્ટોબર અહીં જ બેસી રહેશું.
J&K: Farmer organisations in Jammu stage protest on Jammu-Pathankot highway as part of the nationwide 'chakka jaam' called by farmers today.
"We appeal to the govt to repeal these laws. We support the farmers protesting on the borders of Delhi," says a protester pic.twitter.com/cpnLBt3TTl
— ANI (@ANI) February 6, 2021
આપને જણાવી દઇએ કે, પોલીસે આજે ‘દેશવ્યાપી ચક્કાજામ’ હેઠળ કૃષિ કાયદાનો વિરુદ્ધ કરી રહેલા ખેડૂતોની કર્ણાટકના બેંગલુરુમાં પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે, ખેડૂત સંગઠનો દ્રારા કહેવામાં આવ્યું છે કે અમે કાયદાનું પાલન કરી અને શાંતીપૂર્ણ વિરોધ કરી રહ્યા છીઓ અને સરકાર આ મામલે અમારો સાથે આપે, કારણ કે વિરોધ કરવો એ અમારો જન્મસિદ્ધ હક છે.
Bengaluru: Police detain the protesters who were agitating outside Yelahanka Police Station against the farm laws as part of the countrywide 'chakka jaam' called by farmers today.
#Karnataka pic.twitter.com/NQz9WlmC21
— ANI (@ANI) February 6, 2021
રાહુલે જણાવ્યું હતું કે, ખેડૂતોને સંપૂર્ણ ટેકો છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું – અન્નદાતાનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશના હિતમાં છે – આ ત્રણ કાયદા ખેડૂત-મજૂર માટે જ નહીં, પણ લોકો અને દેશ માટે પણ જોખમી છે. સંપૂર્ણ સપોર્ટ!
अन्नदाता का शांतिपूर्ण सत्याग्रह देशहित में है- ये तीन क़ानून सिर्फ़ किसान-मज़दूर के लिए ही नहीं, जनता व देश के लिए भी घातक हैं।
पूर्ण समर्थन!#FarmersProtests
— Rahul Gandhi (@RahulGandhi) February 6, 2021
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
