Tellywood/ એક્ટર નકુલ મહેતાના ઘરે ગુંજી કિલકારીઓ, પત્ની જાનકીએ આપ્યો દીકરાને જન્મ

જાનકી અને નકુલે આ પોસ્ટ કરતાં જ મનોજરંજન ઈન્ડસ્ટ્રીના કલાકારો જેવા કે ક્રિતિકા કામરા, નમિતા દુબે, દ્રષ્ટિ ધામી, રિત્વિક ધનજાની, માનસી શ્રીવાસ્તવ વગેરેએ કોમેન્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી છે.

Entertainment

લોકપ્રિય સિરિયલ ‘ઇશ્કબાઝ’ અભિનેતા નકુલ મહેતા પિતા બન્યો છે. તેની પત્ની જાનકીએ એક પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર તેમના દીકરાની પહેલી ઝલક બતાવતા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. જણાવીએ કે, જાનકી અને નકુલના ત્યાં 3 ફેબ્રુઆરીએ દીકરાનો જન્મ થયો છે.

તેઓએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા કેપ્શન આપ્યું – “3 ફેબ્રુઆરી 2021… આ અમે છીએ. સમાન માપમાં આભારી અને સ્લીપી જાનકી અને તે.”

આ પણ વાંચો : બિયર ગ્રિલ્સને આવી PM મોદીની યાદ, ફોટા શેર કરી કહી આ વાત

https://www.instagram.com/p/CK8Ok-PjuXK/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની વયે થયું નિધન

જાનકી અને નકુલે આ પોસ્ટ કરતાં જ મનોરંજન ઈન્ડસ્ટ્રીના કલાકારો જેવા કે ક્રિતિકા કામરા, નમિતા દુબે, દ્રષ્ટિ ધામી, રિત્વિક ધનજાની, માનસી શ્રીવાસ્તવ વગેરેએ કોમેન્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા જાનકી અને નકુલે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. કપલના મેટરનિટી શૂટની તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી હતી.

https://www.instagram.com/p/CHR-axYjjXE/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : કંગના રનૌતે ટ્વિટરને ચીનની કઠપૂતળી ગણાવતા આપી આવી ધમકી

ઉલ્લેનીય છે કે, નવેમ્બર 2020માં જાનકી અને નકુલે સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીના ન્યૂઝ આપ્યા હતા. નકુલે એક વિડીયો શેર કરીને પિતા બનાવાનો હોવાની વાત જણાવી હતી. વિડીયોમાં નકુલ અને જાનકીની બાળપણની તસવીરોથી લઈને પતિ-પત્ની અને પ્રેગ્નેન્સી સુધીની જર્ની દર્શાવાઈ હતી.

https://www.instagram.com/p/CKIjI1OLrBp/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં NCBની મોટી કાર્યવાહી, વધુ 2 આરોપીની ધરપકડ

નકુલ મહેતા અને જાનકીના લગ્ન 8 વર્ષ પહેલા 2012 માં થયા હતા. જાનકી એક ગાયક, વોઇસ-ઓવર કલાકાર અને મંચ પર્ફોર્મર છે.

https://www.instagram.com/p/CKx2SQAr0aF/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે બોલિવૂડ અને ટીવી દુનિયામાં ઘણા યુગલોના ઘરમાં કિલકારીઓ ગુંજવા જઇ રહી છે. અનિતા હસનંદની-રોહિત રેડ્ડી, કરીના કપૂર ખાન-સૈફ અલી ખાન પણ માતા-પિતા બનવાના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…