શુક્રવારે બોલીવૂડ સ્ટાર્સ જ્હાનવી કપૂર અને કાર્તિક આર્યને ચાહકો મૂંઝવણમાં મુક્યા હતા, આ બંને સ્ટાર્સે પહેલા એકબીજાને અનફોલો કર્યા હતા જે બાદ હવે ફરી એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફિલ્મ દોસ્તાના 2 માં સાથે જોવા મળનારી જ્હાનવી અને કાર્તિકની જોડીને લઈને હાલ એવી અફવા છે કે તેઓ એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. જ્યારે તેઓ નવા વર્ષની ઉજવણી માટે ગોવા ટ્રીપ પર ગયા ત્યારે તેમના સંબંધો વિશે અટકળોને વેગ મળ્યો હતો.
મહત્વનું છે કે બંનેની એકબીજાને અનફોલો કરવાની વાત ત્યારે સામે આવી જ્યારે તેમની ફિલ્મ ‘દોસ્તાના 2’નું શૂટિંગ પણ ટળ્યું. ફિલ્મના શૂટિંગ માટે ટીમે લંડન જવાનું હતું પણ ઇંગ્લેન્ડમાં એકવાર ફરી કોરોનાને કારણે લોકડાઉન થતા ફિલ્મનું શૂટિંગ ટળી ગયું છે.
![]()
જ્હાનવી અને કાર્તિકના ચાહકોએ તેનો વિશ્વાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એક ચાહકે ટ્વિટ કર્યું હતું કે, “જે કોઈ પણ #KartikAaryan #JanhviKapoor વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે, તે કૃપા કરીને તથ્યો તપાસો. ભગવાન જાણે છે કે આ બંને માટે કોનો આટલો દ્વેષ છે.” ગોવાના વેકેશન પછી, બંને એક સાથે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના નવા વર્ષના પ્રસંગમાં હાજર રહ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ધમાકા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય કાર્તિક ‘ભૂલ ભુલૈયા 2’માં પણ દેખાશે જેમાં તેની સાથે કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. જાહ્નવી હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ગુડ લક જેરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ‘રૂહી અફસાના’ ફિલ્મમાં પણ જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
