Gandhinagar News : ગાંધીનગર(Gandhinagar) સ્થિત Cyber Center of Excellence દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ટીમે આતંકવાદી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક, ડાર્કવેબ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા ₹226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી કૌભાંડ (Crypto Scam) નેટવર્કનો ભંડાફોડ કર્યો છે. સમગ્ર મામલામાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
CID Crime અને Railwaysના પોલીસ મહાનિદેશક ડો. કે. લક્ષ્મી નારાયણ રાવના માર્ગદર્શન હેઠળ Cyber Center of Excellenceની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
ડાર્કવેબ પરથી ડ્રગ્સ વેચાણનો મોટો ખુલાસો

તપાસ દરમિયાન ‘ARTEMISLAB.CC’ નામની ગેરકાયદેસર ઓનલાઈન નાર્કોટિક્સ વેબસાઇટના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ગુજરાતના વોલેટમાં થયા હોવાની માહિતી મળી હતી. આ ફંડ અમદાવાદના મોહસીન સદીક મોલાણીના વોલેટમાં પહોંચતા સમગ્ર નેટવર્ક બહાર આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ “Dirty Crypto”ને USDTમાં કન્વર્ટ કરી આતંકવાદી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સુધી પૈસા પહોંચાડતા હતા. આરોપીઓ મોનેરો (Monero) જેવી અનટ્રેસેબલ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા, જેનો ઉપયોગ ડાર્કવેબ અને ટેરર ફંડિંગમાં વધુ થાય છે.
Hamas અને Houthi સાથે કનેક્શન
તપાસમાં મોટો ખુલાસો એ થયો કે આરોપી મોહંમદઝુબેર પોપટિયાના વોલેટ્સ ઇઝરાયલની NBCTF દ્વારા ફ્રીઝ કરાયેલા શંકાસ્પદ વોલેટ્સ સાથે જોડાયેલા હતા. આ વોલેટ્સ Hamas સાથે જોડાયેલી Dubai Company for Exchange સાથે ટ્રાન્ઝેક્શન કરતા હોવાનું સામે આવ્યું છે.
તે ઉપરાંત અમેરિકાની OFAC દ્વારા પ્રતિબંધિત સંસ્થાઓ જેમ કે Yemenના Houthi જૂથ Ansar Allah, Iranના IRGC-QF અને Russiaની Garantex Exchange સાથે પણ નાણાકીય લેવડદેવડ મળી આવી છે.
બ્રિટનમાં ડ્રગ્સ નેટવર્ક ચલાવાતું હતું

મોહસીન મોલાણીએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે વર્ષ 2023થી બ્રિટનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો વેપાર ચલાવવામાં આવતો હતો. ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન માધ્યમોથી ઓર્ડર મેળવી દુબઈ સ્થિત ઝુબેર પોપટિયાને મોકલવામાં આવતા હતા. ત્યાંથી બ્રિટનમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું.
આ કેસમાં સલમાન ગુલામઅલી અન્સારી નામનો આરોપી બ્રિટનમાં જેલમાં હોવા છતાં ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હોવાના પુરાવા પણ તપાસ એજન્સીને મળ્યા છે.
કુલ ₹226 કરોડના ટ્રાન્ઝેક્શન
તપાસમાં તમામ આરોપીઓના એકાઉન્ટમાં કુલ US Dollar 23,962,383ના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે, જેની ભારતીય કિંમત અંદાજે ₹226.54 કરોડ થાય છે.
Cyber Crime સાથે પણ જોડાણ
તપાસ દરમિયાન Binance સાથે જોડાયેલા P2P બેંક એકાઉન્ટમાં NCCRP પોર્ટલ પર નોંધાયેલી 935થી વધુ સાયબર ફ્રોડ ફરિયાદો સાથે જોડાયેલા પૈસા મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો?
આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)(B), 153, 61 તથા IT Act 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઝડપાયેલા મુખ્ય આરોપીઓ
- મોહસીન સદીક મોલાણી – અમદાવાદ
- એજાઝ અસલમખાન પઠાણ – અમદાવાદ
- મોહમ્મદઝૈદ સિદ્દી – અમદાવાદ
- નાવેદ અયુબખાન પઠાણ – અમદાવાદ
- ફૈઝઅહમદ બચસ્તી – અમદાવાદ
- ઝીશાન મોતીવાલા – મુંબ
- સલમાનખાન પઠાણ – અમદાવાદ
- લવપ્રીત દર્શનસિંહ – હરિયાણા
- ગુલામ સાદિક અન્સારી – અમદાવાદ
-
પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ
પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિને બેંક એકાઉન્ટ ભાડે ન આપવું અને શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનથી દૂર રહેવું. સાયબર ફ્રોડ કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો તરત જ 1930 હેલ્પલાઈન અથવા National Cyber Crime Portal પર ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : યુએસ-ઈરાન તણાવ વચ્ચે Nifty 50 દબાણમાં, જ્યારે Bitcoin અને ક્રિપ્ટો માર્કેટમાં તેજી
-
આ પણ વાંચો : ક્રિપ્ટો કોઈન અને ટોકન વચ્ચે શું તફાવત છે? જાણો કયા રોકાણમાં છે વધુ ફાયદો
-
આ પણ વાંચો : યુદ્ધવિરામથી ક્રિપ્ટો માર્કેટમાં વધારો, બિટકોઈન 3 અઠવાડિયાની ટોચે પહોંચ્યું
