Business News/ ક્રિપ્ટો કોઈન અને ટોકન વચ્ચે શું તફાવત છે? જાણો કયા રોકાણમાં છે વધુ ફાયદો

Cryptocurrencyમાં કોઈન અને ટોકન વચ્ચે શું તફાવત છે તે સરળ ભાષામાં સમજો. બ્લોકચેન, ક્રિપ્ટો ટેક્સ અને રોકાણના જોખમો વિશેની સંપૂર્ણ માહિતી માટે વાંચો આ રિપોર્ટ.

Top Stories Trending Business
Cryptocurrency

Crypto Knowledge:  ક્રિપ્ટો માર્કેટમાં જ્યારે પણ રોકાણની(Cryptocurrency) વાત આવે છે, ત્યારે કોઈન અને ટોકન શબ્દો વારંવાર સાંભળવા મળે છે. જો તમે પણ આ બંને વચ્ચે મૂંઝવણમાં હોવ, તો આ લેખ તમને ચોક્કસ મદદ કરશે.

કોઈન (Coin) શું છે?

કોઈન એ ડિજિટલ એસેટ છે જેની પોતાની સ્વતંત્ર બ્લોકચેન હોય છે. તેને કાર્ય કરવા માટે બીજા કોઈ પ્લેટફોર્મ પર નિર્ભર રહેવું પડતું નથી. કોઈનનો મુખ્ય ઉપયોગ ડિજિટલ પેમેન્ટ તરીકે થાય છે.

ઉદાહરણ: બિટકોઈન (Bitcoin), ઇથેરિયમ (Ethereum).

ટોકન (Token) શું છે?

ટોકન એવી ડિજિટલ એસેટ છે જેની પોતાની બ્લોકચેન  (Cryptocurrency) હોતી નથી. તે અગાઉથી અસ્તિત્વ ધરાવતી અન્ય બ્લોકચેન (જેમ કે ઇથેરિયમ કે સોલાના) પર બનાવવામાં આવે છે. ટોકનનો ઉપયોગ મોટાભાગે ગેમિંગ, એપ્સ અને NFT પ્લેટફોર્મમાં થાય છે.

ઉદાહરણ: શિબા ઈનુ (Shiba Inu), ચેઈનલિંક (Chainlink).

કોઈન vs ટોકન: મુખ્ય તફાવત 

આધાર કોઈન (Coin) ટોકન (Token)
બ્લોકચેન પોતાની બ્લોકચેન હોય છે. બીજી બ્લોકચેન પર નિર્ભર હોય છે.
ઉપયોગ મુખ્યત્વે ડિજિટલ કરન્સી તરીકે. ગેમ, એપ કે પ્રોજેક્ટની અંદર.
બનાવવાની રીત નવી બ્લોકચેન બનાવવી પડે છે. અસ્તિત્વમાં રહેલી બ્લોકચેન પર સરળતાથી બને છે.
ઉદાહરણ બિટકોઈન, ઇથેરિયમ શિબા ઈનુ, યુનિસ્વેપ

ક્રિપ્ટો ટેક્સ અને બ્લોકચેન વિશે જાણો (Cryptocurrency)

બ્લોકચેન શું છે? તે એક ડિજિટલ ખાતાવહી (Cryptocurrency) છે જેમાં તમામ લેણદેણ ‘ડેટા બ્લોક’ તરીકે સુરક્ષિત રહે છે. આ બ્લોક્સ એકબીજા સાથે ચેઈનની જેમ જોડાયેલા હોવાથી તેને બ્લોકચેન કહેવામાં આવે છે.

ક્રિપ્ટો ટેક્સ: ભારતમાં આવકવેરા અધિનિયમની કલમ 115BBH હેઠળ ક્રિપ્ટો નફા પર 30% ફ્લેટ ટેક્સ લાગે છે. આમાં કોઈ સ્લેબ બેનિફિટ મળતો નથી અને શોર્ટ-ટર્મ કે લોન્ગ-ટર્મ ગેઈનમાં કોઈ તફાવત નથી.

ડિસ્ક્લેમર: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ જરૂર લેવી.


આ પણ વાંચો: વૈશ્વિક GDP રેન્કિંગમાં ભારત છઠ્ઠા સ્થાને સરક્યું, જાણો શું છે મુખ્ય કારણો

આ પણ વાંચો: અખાત્રીજે અમદાવાદમાં સોનું 1.58 લાખને પાર, જાણો ચાંદીના લેટેસ્ટ ભાવ અને શુભ મુહૂર્ત

આ પણ વાંચો: ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં 34 રૂપિયાનો જંગી વધારો, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું થશે અસર?