Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 46 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે સરકાર એલર્ટ

ભારતમાં કોરોના વાયરસ મહામારી હવે નિયંત્રણમાં છે. પરંતુ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ફરી ચિંતા ઉભી કરી દીધી છે. છેલ્લાં બે દિવસથી, ઘણા રાજ્યોમાં ફરીથી કોરોનાનાં કેસ વધવા લાગ્યા છે.

Top Stories India

ભારતમાં કોરોના વાયરસ મહામારી હવે નિયંત્રણમાં છે. પરંતુ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ફરી ચિંતા ઉભી કરી દીધી છે. છેલ્લાં બે દિવસથી, ઘણા રાજ્યોમાં ફરીથી કોરોનાનાં કેસ વધવા લાગ્યા છે. દેશમાં એક કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

વિદેશમાં ભણતર આસાન / આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે UK એ શરૂ કર્યા નવા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા

દેશમાં કોરોનાનાં કેસ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઓછી થઇ ગઇ છે. શુક્રવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,617 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. વળી કોવિડ-19 માંથી 59,384 લોકો રિકવર થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં કારણે 853 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાનાં કારણે અત્યાર સુધીમાં 4,00,312 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારત વિશ્વનો ત્રીજો દેશ છે, જ્યાં કોરોનાનાં કારણે 4 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5,09,637 છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,04,58,251 છે. વળી, કોરોનાથી અત્યાર સુધીમાં 2,95,48,302 લોકો રિકવર થયા છે. દેશમાં રસીકરણની સંખ્યા, જે 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે હવે 34,00,76,232 પર પહોંચી ગઈ છે. ભારત શુક્રવારે અમેરેિકા અને બ્રાઝિલ પછી 4 લાખથી વધુ કોરોનાનાં મોતનો રિપોર્ટ કરનારો વિશ્વનો ત્રીજો દેશ બન્યો. આ ત્રણ દેશો સિવાય મેક્સિકો એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાને કારણે 2 લાખ લોકોનાં મોત થયાં છે.

હાય ગરમી / દિલ્હીમાં જુલાઈની શરૂઆત રહી ગરમ, તૂટ્યો 90 વર્ષનો રેકોર્ડ

અન્ય દેશોની શું છે હાલત

અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 6 લાખ લોકોનાં મોત થયાં છે. વળી, બ્રાઝિલમાં કોરોનાથી 5.2 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાનાં કારણે 4 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, મેક્સિકોમાં 2.3 લાખ લોકો અને પેરુમાં 1.9 લાખ લોકો કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા છે. આ પછી, રશિયા, બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ અને કોલમ્બિયામાં કોરોનાથી વધુ મૃત્યુ થયા છે. જો કે, અન્ય દેશોની તુલનામાં, પ્રતિ મિલિયન જનસંખ્યાનાં આધારે ભારતમાં મોતથી સૌથી ઓછા 287 છે. ફ્રાંસ, મેક્સિકો, અમેરિકા અને યુ.કે. માં આ આંકડાઓ 1 હજાર થી 2 હજારની વચ્ચે છે. જ્યારે રશિયામાં તે 916 છે.

સુનંદા પુષ્કર કેસ / શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના

કોરોનાના નિયંત્રણ પછી, દેશમાં તમામ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ડર કોરોનાની ત્રીજી લહેરનો છે, જેની સંભાવના સતત વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, સરકારો તેની સામે લડવાનાં પગલા લઈ રહી છે. કોરોના નિવારણ માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને વધુ વેગ આપવા માટે નવી રસીકરણ નીતિ અપનાવવામાં આવી છે.