ગુજરાતમાં કોરોનાની (Covid 19) બીજી લહેરમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધારે કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2410 કેસ નોંધાયા છે. જ્યારે 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 2015 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 4.54 લાખથી વધુ લોકોને રસી (Gujarat Corona Vaccination) આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 3,10,108 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 4528 દર્દીના મોત થયા છે. અને અત્યાર સુધીમાં 2, 92, 584 દર્દી સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12996 પર પહોંચી છે. જેમાંથી 155 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 12841 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 4 દર્દીઓના, અમદાવાદમાં 3, વડોદરા અને ભાવનગરમાં 1-1 દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
આજે સુરતમાં 615 કેસ, 4નાં મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 626 કેસ, 3નાં મોત થયા છે. વડોદરામાં 363 અને રાજકોટ 223 કેસ, ભાવનગરમાં 43 અને જામનગરમાં 56 કેસ, ગાંધીનગરમાં 27 અને જૂનાગઢમાં 16 કેસ, મહેસાણામાં 31, મહિસાગરમાં 29, ભરૂચમાં 28 કેસ, પાટણમાં 27, ખેડા – મોરબીમાં 26 – 26 કેસ, સાબરકાંઠામાં 26, પંચમહાલમાં 25, અમરેલીમાં 24 કેસ, કચ્છમાં 24, નર્મદામાં 22, દાહોદમાં 21 કેસ, આણંદમાં 19, વલસાડમાં 17, સુરેન્દ્રનગરમાં 14 કેસ, બનાસકાંઠામાં 12 અને ગીર સોમનાથમાં 9 કેસ, અરવલ્લીમાં 8, દ્વારકા – તાપીમાં 7 – 7 કેસ, છોટા ઉદેપુરમાં 6 અને નવસારીમાં 5 કેસ, બોટાદ, ડાંગ, પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી 53, 68, 002 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 6, 97, 680 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિને રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
