Banaskantha News/ CM Bhupendra Patelની મહિલાઓની સુરક્ષા પર તીવ્ર ચેતવણી

CM Bhupendra Patel એ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતચીત કરી, તેમના અભ્યાસ વિશે પૂછ્યું અને રજાઓનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા

Gujarat Others
ગુજરાતના CM Bhupendra Patel બનાસકાંઠા જિલ્લાના Tharad ખાતે યોજાયેલા મહિલા જાગૃતિ કાર્યક્રમ અને દૂધ દિન ઉજવણીમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા

Banaskantha News : ગુજરાતના CM Bhupendra Patel બનાસકાંઠા જિલ્લાના Tharad ખાતે યોજાયેલા મહિલા જાગૃતિ કાર્યક્રમ અને દૂધ દિન ઉજવણીમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો અને જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

સભાને સંબોધતા મુખ્યમંત્રીએ Bharatiya Janata Partyની કાર્યશૈલીની ચર્ચા કરતા જણાવ્યું કે ભાજપ હંમેશા જનતા વચ્ચે સક્રિય રહે છે—ચૂંટણી હોય કે ન હોય—જ્યારે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે.

મહિલાઓની સુરક્ષા મુદ્દે તેઓએ કડક વલણ દાખવ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી(Warning)આપી કે મહિલાઓ સામે અયોગ્ય વર્તન કરનારને કડક પરિણામો ભોગવવા પડશે. તેમના નિવેદનને લઈને કાર્યક્રમમાં ખાસ ધ્યાન કેન્દ્રિત થયું.

તેમણે 33 ટકા અનામતના મુદ્દે પણ વિપક્ષની મનોવૃત્તિ પર સવાલ ઉઠાવ્યો અને ભ્રષ્ટાચાર મુદ્દે વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચન આપ્યું. “ભેટ-પૂજા વગર કામ ન થાય” જેવી માનસિકતા દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે Vav અને થરાદ વિસ્તારમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરતા તેમણે પૂરની સમસ્યા અને નહેરના પાણીથી ખેતીમાં થતી ક્ષાર સમસ્યાને ગંભીરતાથી લેવાની ખાતરી આપી. સરકાર દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે ટૂંક સમયમાં યોજના લાવવામાં આવશે તેમ જણાવ્યું. સાથે જ જિલ્લાના તળાવો ભરાય તે માટે હાથ ધરાયેલી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો.

કાર્યક્રમ દરમિયાન CM Bhupendra Patel એ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતચીત કરી, તેમના અભ્યાસ વિશે પૂછ્યું અને રજાઓનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા. અંતમાં તેમણે કાર્યકરોને જનતા સાથે સતત જોડાયેલા રહેવા અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સક્રિય રહેવા અપીલ કરી.


આ પણ વાંચો :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગઃ સીએમ ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા-વાવથરાદમાં કરશે પ્રચાર

આ પણ વાંચો :  પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂરતો છે, ચિંતાને કોઈ કારણ નથીઃ સીએમ ભુપેન્દ્ર પટેલ એક્શનમા

આ પણ વાંચો : હોસ્ટેલ અને વર્કિંગ વુમન હોસ્ટેલ મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણઃ સીએમ ભુપેન્દ્ર પટેલ