Jagannath Rath Yatra 2025/ ભગવાન જગન્નાથની આજે નજર ઉતારવામાં આવશે

માન્યતા અનુસાર રૂક્ષ્મણીજી ભગવાનને પ્રવેશ નથી આપતા. ત્રણેય ભાઈ-બહેનને આખી રાત બહાર રાતવાસો કરવો પડે છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: આજે ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની નજર ઉતારવામાં આવશે. નગરચર્યા બાદ ભગવાન આખી રાત મંદિર પરિસરમાં રહ્યા હતા. નજર ઉતાર્યા બાદ ગર્ભગૃહમાં પ્રવેશ વિધિ કરવામાં આવશે. પ્રભુને મંદિરમાં બિરાજમાન કરવા ભક્તોની ભીડ જોવા મળી છે.

ભગવાન જગન્નાથની ગઈકાલે અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા (Rathyatra) ધામધૂમથી ઉજવાઈ હતી. લાખો ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા હતા. રાત્રે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ રૂક્ષ્મણીજીને સાથે ન લઇ જતા રિસાઈ જાય છે ત્યારે માન્યતા અનુસાર રૂક્ષ્મણીજી ભગવાનને પ્રવેશ નથી આપતા. ત્રણેય ભાઈ-બહેનને આખી રાત બહાર રાતવાસો કરવો પડે છે.

વહેલી સવારે રૂક્ષ્મણીજી મંદિરના દ્વાર ખોલે છે ત્યારબાદ ભગવાનની નજર ઉતારવામાં આવે છે. નજર ઉતાર્યા બાદ ગર્ભગૃહમાં પ્રવેશ વિધિ થશે. વિધિવત રીતે ભગવાનનું ગર્ભગૃહમાં સ્થાપન થશે. પ્રભુને મંદિરમાં બિરાજમાન કરવા ભક્તોની ભીડ જામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથ યાત્રામાં રથ નિર્માણનું રહસ્ય શું છે? ચાલો વિગતવાર જાણીએ

આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો