Ahmedabad News/ અમદાવાદમાં પનીરના એક સાથે 8 જેટલા સેમ્પલ અનસેફ આવ્યા, RTIમાં ખુલાસો

ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ફૂડ સબસ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તા) મળે તો વેપારીને રૂપિયા 5 લાખ સુધીનો દંડ થાય છે, તેમજ 3 મહિનાથી  7 વર્ષની સજાની જોગવાઈ છે, તેમજ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખાદ્ય વિભાગ દ્વારા ડિસેમ્બર, 2024 થી એપ્રિલ, 2025 સુધી લેવાયેલા ફૂડ સેમ્પલને બિનઆરોગ્યપ્રદ જાહેર કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 649 નમૂના લીધા હતા, જેમાંથી 31 સેમ્પલ ફેલ આવ્યા છે, 11ને અનસેફ જાહેર કરવામાં આવ્યા હોવાનું RTI અરજીમાં ખુલાસો થયો છે.

અમદાવાદમાં જાગૃત નાગરિક દ્વારા RTI અરજી કરવામાં આવી હતી, જેમાં પહેલી વખત એકસાથે 8 જેટલા નમૂના ફેલ આવ્યા છે. શહેરની રેસ્ટોરન્ટમાં કે હોટલમાં પીરસવામાં આવતું પનીર મોટાભાગે શંકાસ્પદ હોય છે. જેને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી. 4 મહિનામાં લેવાયેલા 8 સેમ્પલ અનસેફ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાએ સબસ્ટાર્ન્ડની જગ્યાએ બિનઆરોગ્યપ્રદ જાહેર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 9694 સેમ્પલ મનપાએ લીધા હતા જેમાં 8 સેમ્પલ અનસેફ જાહેર કરાયા હતા.

ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ફૂડ સબસ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તા) મળે તો વેપારીને રૂપિયા 5 લાખ સુધીનો દંડ થાય છે, તેમજ 3 મહિનાથી  7 વર્ષની સજાની જોગવાઈ છે, તેમજ જો મૃત્યુ થાય તો આજીવન કેદ પણ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ જે ખરીદનારના પૂર્વગ્રહને કારણે કોઈ પણ ખોરાક વેચે છે જે આ FSSAI કાયદાની જોગવાઈઓ અથવા નિયમો અથવા ખરીદનાર દ્વારા માંગવામાં આવેલી પ્રકૃતિ, પદાર્થ અથવા ગુણવત્તાનું પાલન કરતું નથી, તો તે પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય તેવા દંડને પાત્ર થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાનાં વાવમાં 20 ગાયોનાં મોત, ફૂડ પોઈઝનિંગ થયાનું અનુમાન

આ પણ વાંચો:લીવરને દારૂની જેમ નુકસાન પહોંચાડતા આ 5 ફૂડથી રહો દૂર

આ પણ વાંચો:શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ, મેક્સિકોમાં સરકારનો મોટો નિર્ણય