Not Set/ સુરત/ કોવીડ-19ના ગંભીર દર્દીઓના ઓક્સિજન પુરવઠા માટે તંત્રએ આ પ્રકારે કરી તૈયારી

સુરતમાં કોરોના દર્દીના સારવાર માટે તંત્રનો સારો પ્રયાસ શરૂ કરાઇ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની માત્રા વધારવા તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઇ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની 13000 લિટરની ટાંકી મુકવા તંત્રએ તૈયારી કરી છે. ગંભીર હાલતના દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે માટે તંત્રએ આ પ્રકારે તૈયારી કરી છે.અત્યાર સુધી દારીઓને છૂટક બોટલથી […]

Gujarat Surat

સુરતમાં કોરોના દર્દીના સારવાર માટે તંત્રનો સારો પ્રયાસ શરૂ કરાઇ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની માત્રા વધારવા તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઇ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની 13000 લિટરની ટાંકી મુકવા તંત્રએ તૈયારી કરી છે. ગંભીર હાલતના દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે માટે તંત્રએ આ પ્રકારે તૈયારી કરી છે.અત્યાર સુધી દારીઓને છૂટક બોટલથી ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.અને સિવિલ હોસ્પિટલમાં 395 દર્દીઓ સારવાર લઈ રહયા છે જેમાંથી 224 દર્દીઓની હાલત ગંભીર છે.તંત્ર દ્વારા દર્દીઓ માટે બોટલની જગ્યાએ 13000 લીટરની મોટી ટેન્ક મુકવામા આવશે જે માટે ગાંધીનગર થી પરવાનગી મળી ચુકી છે.અને થોડા દિવસોમાં આ ટેન્ક સુરત સિવિલના દર્દી માટે આવી પહોંચશે.ત્યારે સિવિલમાં તંત્રના ઓક્સિજન વધારવાના નિર્ણય દર્દીઓ માટે આશીર્વાદ સમાન સમાન સાબિત થઇ શકે છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.