Ahmedabad News: બાંગ્લાદેશીઓના ગઢમાં માત્ર 2 કલાકમાં બુલડોઝર ફરી વળ્યાં છે. માહિતી મુજબ 1000થી વધુ મકાનો તોડી પડાયાં છે. ડિમોલિશનની કામગીરી જોવા લોકોનાં ટોળે ટોળાં ઊમટ્યાં છે. પોલીસનો સખ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ચંડોળા તળાવની ચારે તરફ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો તોડાયાં છે.
અમદાવાદ (Ahmedabad)માં આજથી ફરીથી ચંડોળા ડિમોલિશન (Chandola Demolition)ની કામગીરી શરૂ થઈ છે. AMCએ વાહન ચાલકો માટે નકશો જાહેર કર્યો છે. ચંડોળા વિસ્તારમાંથી પસાર થતા લોકોને ખાસ અપીલ કરાઈ છે. વાહન ચાલકોને બેરલ માર્કેટ રોડથી પસાર થવા અપીલ કરવામાં આવી છે. ભીડને લઇ લાલ મિલ્લતનગરમાંથી પસાર ન થવા અપીલ કરી છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરે મનપા કમિશ્વર સાથે તમામ ચર્ચા વિચારણા કરી ફેઝ-2માં ગેરકાયદેસર બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલ મોડી રાત્રિ સુધી લોકો પોતાના ઘરો ખાલી કરવા દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા રોડ પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં અગાઉ બાંગ્લાદેશીઓના ઠેકાણા તરીકે જાણીતું ચંડોળા તળાવે થોડા સમય પહેલા ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યું હતું. જેમાં કુખ્યાત લલ્લુ બિહારીના આશિયાના પર સરકારનું બૂલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે આજથી ફેઝ-2માં ચંડોળા તળાવનું ડિમોલિશન થશે. ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હતા. ફેઝ-2માં આખા ચંડોળા તળાવની ફરતે ડિમોલિશન કરાશે. પોલીસ કમિશ્નરે AMC કમિશ્નર સાથે તમામ ચર્ચા કરી છે. જેમાં 3000 પોલીસ કર્મીઓ અને 25 SRP ટીમ તૈનાત રહેશે. ફેઝ-1માં 1.50 લાખ ચોરસ મીટર એરિયાનો સફાયો કરાયો હતો. ફેઝ-2માં 2.50 લાખ ચોરસ મીટર દબાણ હટાવાશે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આજથી રોજ ફરી ડિમોલિશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગેરકાયદે તમામ બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાનાં-મોટાં કાચાં પાકાં મકાનો અને ઝૂંપડાં છે. વર્ષ 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે.
ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને તેમનાં મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં જેટલાં પણ મકાનો આવેલાં છે એ તમામ મકાનોનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.એસ્ટેટ વિભાગ દ્વારા જેમ જેમ દબાણ અંગેનો સર્વે થતો જશે અને મકાનો ખાલી હશે એ મુજબ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ચંડોળા ડિમોલિશન ફેઝ-2
આ પણ વાંચો:ચંડોળામાં ફેઝ 1માં દોઢ લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાઈ, 190 બાંગ્લાદેશીઓ ઝડપાયા
આ પણ વાંચો:કચ્છના ધોરડોમાં અંદાજે દસ જેટલા રિસોર્ટ પર ફેરવાયું બુલડોઝર

