Ahmedabad news બાંગ્લાદેશી ઘૂસણખોરો (Intruder) એ ઘૂસણખોરી કરીને અમદાવાદના ચંડોળા તળાવ (lake) ની આસપાસ રહીને ‘મીની બાંગ્લાદેશ’ બનાવી દીધું હતું. ત્યારે આ ઘૂસણખોરો (Intruder) ને ઝડપી લેવા અને તેમના દ્વારા કરાયેલા દબાણોને દૂર કરવા માટે અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા મેગા ડિમોલિશન (Mega demolition) ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડિમોલિશનની કામગીરી અંગે પોલીસ કમિશ્નર જીએસ મલિકે જણાવ્યું હતું કે, છેલ્લા 7 દિવસમાં પોલીસે અલગ અલગ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની શોધખોળ કરી હતી. જેમાં ચંડોળા પાસે જ 190, સોલા વિસ્તારમાંથી 6 અને ઓઢવમાંથી 2 મળીને કુલ 198 બાંગ્લાદેશીઓ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ માર્ચ મહિનામાં જ 12 બાંગ્લાદેશીઓ ઝડપી લેવાયા હતા. તે અગાઉ વર્ષ 2009માં ચંડોળા તળાવ વિસ્તારમાંથી કુલ 95 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. ત્યારે આ બાંગ્લાદેશીઓને આશ્રય આપનારા લલ્લુ બિહારીને પકડી લેવામાં સફળતા મળી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, અમદાવાદમાં ખાલી ચંડોળા વિસ્તારમાંથી જ 190 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. તો હવે તમને સત્વરે પાછા બાંગ્લાદેશ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે દબાણો કરાયા હોય ત્યારે હાલ 4000 મકાનો દૂર કરવામાં આવ્યા છે. જેના લીધે કુલ દોઢ લાખ ચોરસમીટર જમીન ખુલ્લી કરાઈ છે. પોલીસે આગળ જણાવ્યુ હતું કે, પ્રથમ ફેઝની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. તો હવે મનપા સાથે ચર્ચા કરીને સેકન્ડ ફેઝની કામગીરી કરાશે.
પોલીસ કમિશ્નરે આગળ કહ્યું કે, ચંડોળા તળાવમાં ફેઝ 1ની કામગીરી પૂરી કરી નખાઈ છે. તો કોઈપણ વિઘ્ન વિના આ કામગીરી પૂર્ણ કરી નાખવામાં આવી છે. સેકન્ડ ફેઝના ડિમોલિશન અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મનપા નક્કી કરશે તો પોલીસ વ્યવસ્થા કાયદો જાળવશે. તેમજ કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે, કોઈપણ તળાવ પર દબાણ કરી શકશે નહી. ત હાલ IB તપાસ કરી રહી છે. જેનો રિપોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારને અપાશે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
