Rajkot News/ રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ

પોલીસ દ્વારા સગીરાની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot)માં 17 વર્ષની સગીરાને બેભાન કરી દુષ્કર્મ (Rape on minor) કરાયું હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેફી પીણું પીવડાવી બેભાન કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ રાજકોટ (Rajkot) પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજકોટ (Rajkot)માં સાવરકુંડલા (Savarkundla)ની 17 વર્ષીય સગીરા સાથે રીબડાના અમિત ખામજી ખુંટ નામના યુવકે સગીરાને મિત્રતા કેળવી અવારનવાર મળતા હતા. મોડેલિંગ કરતી સગીરાને કેફી પીણું પીવડાવી અવાવરૂં જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે બહેનને બોલાવી હતી. પોલીસ દ્વારા સગીરાની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે શુક્રવારે મોડી સાંજે આરોપી અમિત ખૂંટ સગીરાને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાનમાં લઈ ગયો હતો. જ્યાં બંનેએ સાથે જ્યુસ પીધો હતો. આ પછી સગીરા બેભાન થઈને પડી ગઈ. જ્યારે તેણીને ભાન આવ્યું ત્યારે તે ગોંડલ રોડ ચાર રસ્તા પર કોઈ અજાણી જગ્યાએ હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેની મોટી બહેનને ફોન કરીને બધી વાત કહી. સગીરા (Minor girl)એ બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી હતી.

થોડા દિવસો અગાઉ રાજકોટ (Rajkot)માં ચાલુ બસમાં સ્લીપર કોચમાં તરૂણી પર દુષ્કૃત્ય (Rape)ની ઘટનાથી ભય ફેલાયો હતો.  સુરતથી રાજકોટ આવી રહેલી બસમાં તરુણી પર આરોપી વિજય બારડે તરુણીને ચાલુ બસે બ્લેકમેઈલ કરી દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આરોપી રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો. તરૂણી પણ હોસ્ટેલમાં રહેતી હતી. તરુણી કોઈ કામે સુરત જતા આરોપી પણ પાછળ ગયો હતો અને બ્લેકમેઈલ કરી હતી. આરોપી વિજય બારડ વિરુદ્ધ સુરતમાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ છે. દુષ્કર્મી આરોપી વિજય બારડ ગીર સોમનાથનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના IPL ક્રિકેટર શિવાલિક શર્મા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જોધપુરમાં નોંધાઈ FIR

આ પણ વાંચો:રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં