Gujarat Rain News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ (Gujarat Rain) પડ્યો છે. તેમા સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 3.58 ઇંચ નોંધાયો છે. તેના પછી ધરમપુરમાં 2.72 ઇંચ, ખેરગામમાં 2.13 ઇંચ, કપરાડામાં 2.05 ઇંચ, તલોદમાં 2.01 ઇંચ, વલસાડમાં 1.97 ઇંચ, ડાંગ-આહવામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વઘઈમાં 1.73 ઇંચ, ધનસુરામાં 1.37 ઇંચ, ઉમરગામમાં 1.69 ઇંચ અને તિલકવાડામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ (Rain System) સક્રિય છે.

છેલ્લાં 24 કલાકમાં 212 તાલુકા (Tehsil)માં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં 30 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં મોટાભાગના જિલ્લા મધ્ય અને દક્ષિણ ગુજરાત છે. કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં પડેલા વરસાદમાં 18 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે. અહીં નામ માત્ર જ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat)ને જળબંબાકાર કર્યા બાદ હવે મેઘ રાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગરમાં પણ આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠામાં અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: Gujarat Rainfall/Gujarat Rain Live: આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક
