Valsad News/ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, 3 ઇંચથી વધુ વરસાદ

ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયા હતા

Gujarat Others

Valsad News : વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં મિશન કોલોની વિસ્તારના સફાયર એપાર્ટમેન્ટ અને શાંતિવન સોસાયટી એપાર્ટમેન્ટમાં પાણી ભરાયું હતું.

જેને લઈને લોકો પરેશાન થઈ ગયા હતા. બીજીતરફ પાણી નિકાલ માટે પાલિકાએ મૂકેલી મોટર ખોટવાઈ ગઈ હતી. મોટર ખોટવાતા પાણી નિકાલ માટે તંત્રની ટીમો કામે લાગી છે. ઉપરાંત ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો:રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા