Ahmedabad News/ અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સમસ્યા

અમદાવાદના નરોડા વિધાનસભા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. નરોડામાં પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોવાથી લોકોને ભારે હાલાકી છે. નેતાઓ શુદ્ધ પાણી પીવે અને જનતાને પીવડાવે ગટરનું પાણી તેમ લોકો કહે છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના નરોડા વિધાનસભા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. નરોડામાં પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોવાથી લોકોને ભારે હાલાકી છે. નેતાઓ શુદ્ધ પાણી પીવે અને જનતાને પીવડાવે ગટરનું પાણી તેમ લોકો કહે છે. પ્રદૂષિત પાણીની સમસ્યાથી કુબેરનગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રદૂષિત પાણીની જગ્યાએ ચોખ્ખુ પાણી આપવા સ્થાનિકોની માંગ છે. હવે જો તેનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ લોકોએ ચીમકી આપી છે.

આ અગાઉ નરોડામાં ગટર ઉભરાવવાની પણ સમસ્યા હતી. તેને લઈને પણ નરોડા વિસ્તારના લોકોમાં જબરદસ્ત આક્રોશ હતો. આ અંગે લોકોએ ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. લોકોએ છેક ધારાસભ્યના ઘરે જઈને રજૂઆત કરી હતી. સ્થાનિકોનો દાવો હતો કે અમે છેલ્લાં દોઢ દાયકાથી રજૂઆતો કરીકરીને થાકી ગયા, પરંતુ તંત્ર અમારી વાત સાંભળતું નથી. તેના કારણે અમે મૂળભૂત સગવડોથી પણ વંચિત છીએ. અધિકારીઓ અમને ધક્કે ચઢાવે છે.

આજે સતત આવતા ગટરના પાણીના કારણે અમારા છોકરો બીમાર થઈ જાય છે. ગટરો ઊભરાય છે, જીવાતો થાય છે, તેના કારણે વધુને વધુ લોકો બીમાર થાય છે તેવી સ્થિતિનું સર્જન થાય છે. કોઈને પીવાનું પણ ચોખ્ખું પાણી ન મળે તો પછી શું થઈ શકે. તે વ્યક્તિનું કે તે સોસાયટીઓનું અસ્તિત્વ જ કઈ રીતે રહે. તેઓનો દાવો છે કે અમારા વિસ્તાર સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે દરેક પ્રકારના વેરા ભરતાં હોવા છતાં અમને યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો: Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે