Ahmedabad Flower Show/ ‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

અમદાવાદના ફલાવર શોમાં દર વર્ષે કશુ નવુ જોવા મળતુ હોય ત્યારે આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા સરપ્રાઈઝ અપાઈ છે. ફલાવર શોની ટિકિટોના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદમાં દર વર્ષ ફલાવર શોનુ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ રીવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ AMC દ્વારા કરવામાં આવે છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ટૂંક જ સમયમાં ફ્લાવર શૉ શરૂ થશે. મહત્વનું છે કે, આ વખતે ફ્લાવર શૉમાંની ટીકિટ દરોમાં વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદના ફ્લાવર શોમાં જવું હવે લોકોને મોધું પડશે. AMC દ્વારા ફલાવર શોની ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં જવા માટે હવે એન્ટ્રી ફી (Entry Fee) સોમવાર થી શુક્રવાર સુધીના  70 રૂપિયા હશે, જયારે શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. જે ગયા વર્ષે 50 રૂપિયા એન્ટ્રી ફી હતી, તેમાં રૂ. 20 વધારો ઝીંકાયો છે. અમદાવાદના ફ્લાવર શોમાં સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11માં સ્પેશિયલ વિઝિટરો માટે ખુલ્લુ રહેશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ફલાવર શો પર લાગી શકે છે ગ્રહણ , ફલાવર શો મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસની પીટીશન , ફલાવર શો ન યોજવા માટે કોંગ્રેસે કરી અરજી , ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની HCમાં અરજી ,

આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ

આ પણ વાંચો: હવે થી ફલાવરશો જોવા માટે અને સુગંધ  માણવા માટે પાકીટ માંથી વધારે પૈસા કાઢવા પડશે