Sports News : ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આવું કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેઓએ 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 1-0થી હરાવ્યું. હવે સ્કોર 7.5-6.5 છે. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી ગેમમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી.
ગુકેશ 11મી ગેમ જીત્યો, લિરેને 12મી ગેમમાં પુનરાગમન કર્યું, રવિવાર સુધી 11 ગેમ બાદ ગુકેશ 6-5થી આગળ હતો. 11માંથી 8 રમતો ડ્રો રહી હતી, જ્યારે ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. પરંતુ લિરેન વાપસી કરીને 12મી ગેમ જીતીને સ્કોર ફરીથી બરાબરી કરી લીધો હતો. ચેમ્પિયન બનવા માટે ખેલાડીએ 7.5 પોઈન્ટ સુધી પહોંચવું આવશ્યક છે.
ગુકેશ 11મી ગેમ જીત્યો, લિરેન 12મી ગેમમાં પરત ફર્યો, રવિવાર સુધી 11 ગેમ બાદ ગુકેશ 6-5થી આગળ હતો. 11માંથી 8 રમતો ડ્રો રહી હતી, જ્યારે ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. પરંતુ લિરેન વાપસી કરીને 12મી ગેમ જીતીને સ્કોર ફરીથી બરાબરી કરી લીધો હતો. બુધવારે રમાયેલી 13મી ગેમ પણ ડ્રો રહી હતી, જે બાદ સ્કોર 6.5-6.5ની બરાબરી પર રહ્યો હતો.
ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો અને ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. તેમના પહેલા વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યા હતા. ગુકેશ ચેસ ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો, તે માત્ર 18 વર્ષનો છે. અગાઉ, તેણે 17 વર્ષની વયે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.
138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બે એશિયન ખેલાડીઓ એકબીજાનો સામનો કરી રહ્યા છે. વિજેતાને રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળશે.ગુકેશ ડીનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે. ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું.
નાગૈયા આંતરરાષ્ટ્રીય સ્તરની ચેસ ખેલાડી રહી ચુકી છે અને ચેન્નાઈમાં હોમ ચેસ ટ્યુટર છે. આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે.
આ પણ વાંચો:એડીલેડમાં ટીમ ઇન્ડિયા ધરાશાયીઃ પિન્ક બોલ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ
આ પણ વાંચો:એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ આત્મસમર્પણ કર્યું! ઓસ્ટ્રેલિયાએ કારમી હાર આપી, શ્રેણી 1-1થી બરાબર થઈ
આ પણ વાંચો:IND vs AUS: શમી ક્યારે BGT માટે ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાશે? મોટું અપડેટ બહાર આવ્યું
