Not Set/ અમદાવાદ : કોલેજીયન યુવકનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

એસ.જી.હાઇવે પર મોડી રાતે એક વિદ્યાર્થીનું તુલીપ બંગલો પાસેથી અપહરણ કરીને બે શખ્સોએ તેની કાર અને 3500 રૂપિયાની લૂંટ ચલાવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીની કાર સાથે અકસ્માત કરીને બે યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને છત્રાલ નજીક સૂમસામ હાઇવે પર ઉતારી દીધો હતો. સતાધાર વિસ્તારમાં આવેલ સુર‌િભ બંગલોઝમાં રહેતો અને જે.જી.કોલેજમાં અભ્યાસ […]

Ahmedabad Top Stories Gujarat

એસ.જી.હાઇવે પર મોડી રાતે એક વિદ્યાર્થીનું તુલીપ બંગલો પાસેથી અપહરણ કરીને બે શખ્સોએ તેની કાર અને 3500 રૂપિયાની લૂંટ ચલાવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીની કાર સાથે અકસ્માત કરીને બે યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને છત્રાલ નજીક સૂમસામ હાઇવે પર ઉતારી દીધો હતો.

સતાધાર વિસ્તારમાં આવેલ સુર‌િભ બંગલોઝમાં રહેતો અને જે.જી.કોલેજમાં અભ્યાસ કરતા નિખાર પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી છે. ગઇ કાલે નિખાર તેની કાર લઇને તુલીપ બંગલો પાસેથી પસાર થતો હતો ત્યારે એક કારચાલકે તેની કાર સાથે અકસ્માત કર્યો હતો.

નિખારને ધારદાર હ‌થિયાર બતાવીને કાર મહેસાણા હાઇવે તરફ લઇ જવાનું કહ્યું હતું અને તેની સાથે મારઝૂડ કરી હતી. નિખાર યુવકોથી ગભરાઇ જતા કાર મહેસાણા હાઇવે પર લઇ ગયો હતો. છત્રાલ પાસે સૂમસામ રસ્તો જોઇને નિખારે કાર ઊભી રાખી હતી જ્યાં બન્ને શખ્સોએ તેની પાસે રહેલા ચાર હજાર રુપિયા લૂંટી લીધા હતા.

નિખારને હાઇવે પર ઉતારી દઇને લૂંટારુ શખ્સો તેની સ્વીફ્ટ કાર લઇને જતા રહ્યા હતા. ઘટનાની જાણ નિખારે પોલીસને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.