Not Set/ અમદાવાદ/ ભારે ઉકળાટ બાદ શહેરમાં મેઘરાજાની થઇ એન્ટ્રી

વહેલી સવારથી સમગ્ર અમદાવાદ પર જાણે કાળા વાદળોનું સામ્રાજ્ય છવાઇ ગયુ છે. અંધારપટ્ટ વચ્ચે શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. શહેરનાં શિવરંજની વિસ્તારમાં પડેલા વરસાદથી લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ પડેલા વરસાદથી અમદાવદીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે આ વરસાદથી લોકોને બફારામાંથી રાહત મળી છે. આપને જણાવી દઇએ કે, વહેલી […]

Ahmedabad Gujarat

વહેલી સવારથી સમગ્ર અમદાવાદ પર જાણે કાળા વાદળોનું સામ્રાજ્ય છવાઇ ગયુ છે. અંધારપટ્ટ વચ્ચે શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. શહેરનાં શિવરંજની વિસ્તારમાં પડેલા વરસાદથી લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ પડેલા વરસાદથી અમદાવદીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે આ વરસાદથી લોકોને બફારામાંથી રાહત મળી છે.

આપને જણાવી દઇએ કે, વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો હતો. અમદાવાદ શહેરનાં હવામાનમાં અચનાક પલ્ટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. વાદળ છાયા વાતાવારણમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. શહેરનાં એસજી હાઈવે પર વરસાદ વરસ્યો છે. જો કે સવારનાં ઓફીસ જવાનાં સમયે વરસાદ પડતા લોકોને હાલાકી પડી હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેરીજનો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. જેમા આ વરસાદ બાદ મહદ અંશે રાહત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.