Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/ છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલનારા 13 આરોપી ઝડપાયા

કમિશનની લાલચ આપીને અનેક લોકો પાસે બેન્ક ખાતા ખોલાવડાવ્યા હતા

July 12, 2024July 12, 2024Nikunj Patel
Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને લોકોને ઉંચુ કમિશન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા 13 શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના બેન્ક એકાઉન્ટ મેળવીને  છેતરપિંડીથી મેળવેલા નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલી દેતા હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં બહાર આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ કૃષ્ણનગરમાં વિજય પાર્ક ચાર રસ્તા પાસે  મારૂતી પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તથા બીજે માળે દુકાનો ભાડે રાખી હતી.ત્યારબાદ આરોપીઓ તેમના મળતીયા માણસો સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ બતાવીને તેમની પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ આ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લેતા હતા. આ વિગતો તેઓ સાયબર ક્રાઈમ આચરતા લોકોને મોકલી આપતા હતા. આ શખ્સો છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરવાતા હતા.

બાદમાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર સાથે જઈને આ નામાં મેળવી લેતા હતા. આ નાણાં તેઓ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવીને દેશની બહાર મોકલી દેતા હતા. આ પ્રકારે મસમોટુ કૌભાંડ આચરતા 13 શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. તે સિવાય આ પ્રકારે આરોપીઓએ આ પ્રકારે મોટી રકમની છેતરપિંડી કરી હોવાની માહિતી પણ બહાર આવશે.

તપાસમાં આરોપીઓ બેન્ક એકાઉન્ટના બદલામાં ખાતા ધારકોને કમિશન આપતા હતા. બદલામાં તેમની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સીમકાર્ડ વગેરેની કીટ મેળવી લેતા હતા. બાદમાં કેતન પટેલ નામનો આરોપી આ માહિતી ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સએપ તથા ટેલીગ્રામ પર  મોકલી આપતો હતો. આ ચાઈનીઝ શખ્સો બેન્ક એકાઉન્ટમાં નાણા જમા કરાવી દેતા હતા. જેની માહિતી ભારતના આરોપીઓને મોકલતા હતા. બાદમાં અહીંના આરોપીઓ દિલીપ જાગાણી અને દિપક રાદડીયા એકાઉન્ટ હોલ્ડરની સાથે બેન્કમાં જઈને જમા થયેલા નાણાં સેલ્ફ ચેકથી કાઢી લેતા હતા. બાદમાં આ રકમ આંગડીયાથી અન્ય આરોપી દર્શિલ શાહને મોકલી દેતા હતા. બાદમાં તેની પાસેની કેશ રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને આ ક્રિપ્ટો કરન્સી ચાઈના ખાતે તેમના મળતીયાઓને મોકલી આપતા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મૂળ બનાસકાંઠાના અને બાપુનગરમાં રહેતા ફૈઝાન એ.શેખ, કૃષ્ણનગરના અમિત ડી પટેલ, બાપુનગરના રાજુ પી. સાંખટ, નિકોલના દર્શન જે.સેજલીયા, મૂળ ભાવનગરના અને વટવામાં રહેતા રાજેશ એસ.જાસોલીયા, મહેસાણાના અને કૃષ્ણનગરમાં રહેતા વિકી એસ.પટેલ, રાજકોટના દિલીપ એસ.જાગાણી, બાવનગરના કિશોર.એન.પટેલનરોડાના અલ્કેશ વી.પટેલ. સૈજપુર બોઘાના દિપક બાઈલાલભાઈ રાદડીયા, સેટેલાઈટના દર્શિલ શાહ અને મૂળ મહેસાણાના પરંતુ ગાંધીનગરમાં રહેતા કેતન એ.પટેલનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો

 

 

Post navigation

છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ કરાયું અપહરણ, પોલીસે 4 સામે નોંધ્યો ગુનો
કૃષિ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત ‘બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર કટિબદ્ધ’

More Posts

Banaskantha News/ ફટાકડા વેચવાના લાયસન્સથી સૂતળી-માર્શલ બોમ્બ બનાવતો હતો, ગેરકાયદે ફેક્ટરીનો માલિક IPL સટ્ટાબાજીમાં ઝડપાયો

April 2, 2025April 2, 2025Panara Mansi

Not Set/ ફ્રેન્ચ સરકારે કર્યો ખુલાસો, રાફેલ સોદા માટે અમે ભારતની કંપનીની પસંદગી નથી કરી

September 22, 2018September 22, 2018Hemakshi Vyas
સંજય કપૂર(Sanjay Kapoor)ની માતા રાણી કપૂર અને બહેન મંદિરા કપૂર સાથે પણ પ્રિયાનો વિવાદ ચાલી રહ્યો છે

Delhi News/ દિલ્હી હાઈકોર્ટનો આદેશ: સંજય કપૂરની સંપત્તિ વેચાણ પર રોક

April 30, 2026Nikunj Patel

પાકિસ્તાનમાં/ ઇમરાન ખાનની ‘આઝાદી માર્ચ’માં ભારે હિંસા,સમર્થકોએ મેટ્રો સ્ટેશનમાં લગાવી આગ,સેના તૈનાત

May 26, 2022mustak malik

Not Set/ અમદાવાદ /આરોપી કરતા હતો પતિ કે બોયફ્રેન્ડની હાજરીમાં મહિલાઓ સાથે ગેંગરેપ, 4ની કરાઇ ધરપકડ

November 15, 2019November 15, 2019padma prajay

નિમણૂક/ ગુજરાતના નવા ડીજીપી બન્યા વિકાસ સહાય

March 1, 2023March 1, 2023jani

આજનું રાશિફળ/ 01 ઓક્ટોબર 2021, શુક્રવારના દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?

September 30, 2021September 30, 2021Maya Sindhav
ધ કેરળ સ્ટોરી

વિવાદ/ ધ કેરળ સ્ટોરી બધે ચાલી રહી છે, તો તમને શું છે સમસ્યા; સુપ્રીમ કોર્ટનો મમતા સરકારને સવાલ

May 12, 2023May 12, 2023Maya Sindhav

USA News/ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર નાખ્યો જંગી આયાત દર

February 2, 2025February 2, 2025Komal Patel
Gondal Sheep Death: ગોંડલમાં તંત્રની બેદરકારીનો આક્ષેપ: વીજ કરંટથી 35થી વધુ ઘેટાના મોત

Gondal News/ ગોંડલમાં વીજ કરંટથી 35થી વધુ ઘેટાના મોત: ખુલ્લા અર્થિંગ વાયરથી દુર્ઘટના, માલધારીઓનો વળતર માટે વિરોધ

June 30, 2026July 2, 2026Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy