Patan News/ રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે…………

Top Stories Gujarat Breaking News
Image 2024 07 12T074515.035 રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

Patan News: પાટણમાં રાધનપુર હાઈવે પર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે. 10 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ટીમ સહિત ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. રાપર-આણંદ ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત 4નાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં 8 થી 10 જેટલા ઘાયલ થયા છે. માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. વાહન પૂર ઝડપમાં હતું કે વિઝિબિલિટીનો અભાવ કે અન્ય કારણથી અકસ્માત સર્જાયો તેની પોલીસ વિગત મેળવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત સર્જાતા લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. પોલીસ આ ઘટનાની સમગ્ર વિગત મેળવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લ્યો બોલો… કાંઈ નહીં ને પગ લુંછણીયાની ચોરી થઈ, શહેરના માંગનાથ રોડ પરની ઘટના

આ પણ વાંચો:દ્વારકાના પરિવારે આર્થિક રીતે પડી ભાગતા આપઘાતનું પગલું ભર્યુ

આ પણ વાંચો:ભુજમાં દારૂડિયા સામે પોલીસ લાચાર