Gandhinagar News/ અંબાજી ડિમોલિશન મુદ્દે MLA કાંતિ ખરાડીનું નિવેદન આવ્યું સામે

હાઇકોર્ટે મંજૂરી આપી અને દબાણ હટાવ્યા છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: બનાસકાંઠા(Banaskantha)ના દાંતાના (Danta) ધારાસભ્ય કાંતિ ખરાડીને થોડા દિવસ અગાઉ પોલીસે અમીરગઢ તાલુકાના ઘાંઘુ સ્થિત તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા હતા. જેમાં તેમણે અંબાજી ડિમોલિશન મુદ્દે સવાલો કર્યા હતા.

ગાંધીનગરમાં અંબાજી ડિમોલિશન મુદ્દે MLA કાંતિ ખરાડીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અંબાજીમાં કેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ટીપી ક્યારે મંજૂર કરી, કેટલી પૂર્ણ થઈ અને કેટલી બાકી આ પ્રશ્નનો મને ગોળ-ગોળ જવાબ આપવામાં આવ્યો છે. વિકાસ કરો એમાં અમને વાંધો જ નથી. પરંતુ પહેલા નકશો જાહેર કરો. આ પ્રશ્નનો જવાબ હજુ પણ નથી આપ્યો.

હાઇકોર્ટે મંજૂરી આપી અને દબાણ હટાવ્યા છે. પણ કોર્ટ એવું પણ નથી કહેતી કે રાત્રે જ દબાણ હટાવી દો. જે લોકોના દબાણો હટાવ્યા તે લોકો 60 વર્ષથી રહેતા હતા. સરકારની તમામ યોજનાઓનો લાભ લેતા હતા અને ટેક્સ પણ ભરતા હતા. માત્ર 5 લાભાર્થીને વળતર અપાયું, તો અન્યોનું શું..? હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખાણ-ખનીજ વિભાગની કામગીરી મુદ્દે ગૃહમાં મેવાણીએ ઉઠાવ્યા પ્રશ્નો

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ‘વનતારા’ની અને સાસણગીરની લેશે મુલાકાત

આ પણ વાંચો:ગુજરાત સરકારે સ્વીકાર્યુ, 1.45 લાખ સાયકલ વિદ્યાર્થીનીઓને વહેંચી ન શકાઈ