Gandhinagar News: ગાંધીનગર(Gandhinagar)માં ખાણ-ખનીજ વિભાગની કામગીરી મુદ્દે ગૃહમાં વડગામ (Vadgam) ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ (Jignesh Mewani) સવાલો પૂછ્યા છે. વર્તમાન સરકારને ખનીજ -ખાણ બાબતે ગંભીરતાથી ગેરકાયદે થઈ રહેલી પ્રવૃતિઓ, મજૂરોના મોત અંગે ઝડપથી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે.
ગાંધીનગરમાં વિધાનસભામાં વિપક્ષના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ખાણ-ખનીજ વિભાગની કામગીરી મુદ્દે પ્રશ્નો પૂછ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં 3 શ્રમિકોના ગેસ ગળતરથી મોત અંગે પ્રશ્ન પૂછ્યો હતો. વધુમાં, ખાણ-ખનીજ વિભાગ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા અપીલ કરી છે. ગેરકાયદે કાર્બોસેલના કુવા બંધ કરાવી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પડકાર ફેંક્યો છે. જીજ્ઞેશ મેવાણીએ પૂછેલા પ્રશ્નનો બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં ઉત્તર આપ્યો છે.
મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા વિપક્ષના સવાલોનો જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 197 કેસ પૈકી કેટલાક કેસોમાં દંડ ફટકારાયો છે, પોલીસ દ્વારા પણ કેસ કરાયા છે. મેવાણીના પ્રશ્ન પર ખનિજ વિભાગ અને સરકાર ગંભીરતાથી વિચારશે, તેમજ યોગ્ય પગલાં ભરશે. ગેસ ગળતરથી થતાં મજૂરોના મોત મામલે મંત્રીએ જણાવ્યું કે, સરકારે ખાસ ટીમ બનાવી છે, 2200થી વધુ કુવા પુરાયા છે.
આ પણ વાંચો:પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી
આ પણ વાંચો:રાજકોટના ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ
આ પણ વાંચો:દાહોદમાં ખાણખનીજ વિભાગ રેત માફિયા પર ત્રાટક્યુ, 6 કરોડનો માલ જપ્ત
