Jamnagar News:જામનગર મહાનગરપાલિકા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો (Encroachment) વિરુદ્ધની સતત કાર્યવાહી અંતર્ગત હાપા વિસ્તારમાં મોટા પાયે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે 1 લાખ 20 હજાર ચોરસ ફૂટ જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે.જાણકારીઅનુસાર, હાપા વિસ્તારની આ જમીન ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે આવાસ યોજના હેઠળ આરક્ષિત હતી.

હાપામા 16 જેટલાં અસામીઓએ દબાણ (Encroachment) કર્યું હતું
તેના પર આશરે 16 અસામીઓ દ્વારા વ્યાપક કોમર્શિયલ દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણોમાં (Encroachment) દુકાનો, વ્યવસાયિક સ્ટ્રક્ચર અને અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે.સ્થાનિક તંત્રે આ કાર્યવાહીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને સમગ્ર ઓપરેશનને સુરક્ષિત રીતે પૂર્ણ કર્યું. આ સાથે જ શહેરના વિકાસમાં અવરોધ બનતા ગેરકાયદેસર કબજાને દૂર કરવાની પ્રક્રિયા વધુ તેજ બની છે.

હાપા વિસ્તારમા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
અધિકારીઓના અંદાજ મુજબ આ જમીનની વર્તમાન બજાર કિંમત 35 કરોડ રૂપિયાથી વધુ છે.આ જમીન પર ગરીબો માટે આવાસ બનાવવાની યોજના હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી હવે આ જમીન પર આવાસ અથવા જાહેર હિતના કામો માટે માર્ગ મોકળો થયો છે.
આ પણ વાંચો: જામનગરમાં ગેંગરેપના આરોપીના ચાર મકાનો પર એસ.પી. ની હાજરીમાં ફેરવાયું બુલડોઝર
આ પણ વાંચો:જામનગરમાં વધુ એકવાર ચાલ્યુ દાદાનું બુલડોઝર
આ પણ વાંચો:સરકારી જગ્યાઓ પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: હર્ષ સંઘવી…ગીર સોમનાથમાં સપાટો..!
