Not Set/ ગુજરાતમાં ઝાડુનો વધતો વ્યાપ, કોંગ્રેસ અને ભાજપ સાથે છેડો ફાડી પકડ્યું ઝાડુ

  ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીની નજર આગામી સમયમાં આવનારી નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચુંટણી પર છે અને ત્યાર બાદ આવનારી વિધાનસભા ચુંટણી દરમિયાન પણ ઝંપલાવવાની ઈચ્છા હોવાનું સામે આવી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના ભાજપ અને કોંગ્રેસના ૨ કાર્યકર્તાઓ જોડાયા છે. બીજેપીમાં ૨૦ વર્ષથી […]

Ahmedabad Gujarat
 

ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીની નજર આગામી સમયમાં આવનારી નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચુંટણી પર છે અને ત્યાર બાદ આવનારી વિધાનસભા ચુંટણી દરમિયાન પણ ઝંપલાવવાની ઈચ્છા હોવાનું સામે આવી રહ્યું છે.

આજે આમ આદમી પાર્ટીના ભાજપ અને કોંગ્રેસના ૨ કાર્યકર્તાઓ જોડાયા છે. બીજેપીમાં ૨૦ વર્ષથી વધારે સમયથી કામ કરનાર અને ભાવનગર સાંસદ ભારતી બેન શિયાળ સાથે કામ કરનાર ઉમેશ મકવાણા અને કોંગ્રેસ કિશાન સેલના મહામંત્રી રવિ પટેલ આપમાં જોડાયા છે.

ઉમેશ મકવાણા કહી રહ્યા છે કે બીજેપીમાં હવે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તો કોંગ્રેસ માંથી આવેલા નેતાઓને સીધા મંત્રી બનાવી દેવામાં આવે છે.  તો કોંગ્રેસ માંથી આવેલા રવિ પટેલ કહી રહ્યા છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ છે જેના કારણે કોંગ્રેસની સરકાર છેલ્લા ૨૮ વર્ષથી આવતી નથી હવે તેમની દોસ્તી ઉઘાડી પાડવામાં આવશે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….