Gujarat News/ ઉના સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ, ર્દીઓને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર

ઉના સરકારી હોસ્પિટલ સબબડીસટીક તો જાહેર થઈ પરંતુ ગાઈનેક સહીત તબીબોની ધટ હોવાથી હોસ્પિટલ સભાના ગાઠીયા સમાન.છે

Top Stories Gujarat

ઉના સરકારી હોસ્પિટલ સબબડીસટીક તો જાહેર થઈ પરંતુ ગાઈનેક સહીત તબીબોની ધટ હોવાથી હોસ્પિટલ સભાના ગાઠીયા સમાન છે જ્યારે હાલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક.ડો.તથા.ફીજીયો.ડો.એવા ડોક્ટર છે પરંતુ બોન્ડ પર અને જેની હાજરી અપુતી રહે છે જેથી આહી આવતા દર્દીઓને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે ત્યારે ઉના સરકારી હોસ્પિટલમાં.પહેલા ગાઈનેક ડો હોવા થી દર માસ 300 જેટલી પ્રસુતિ થતી હતી હાલ .ગાઈને ડો ન હોવાથી ગર્ભવતી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે અને સીજરીયન ના 50 હજારથી 75 હજાર રૂપિયા ચુકવવા પડે છે .જેને લઈને ઉના ના પુર્વ ધારાસભ્ય પુંજા ભાઈ વંશ તથા સામાજિક કાર્યકરો દ્વારા ઉના સરકારી હોસ્પિટલમાં ગાઈનેક .ડો .બાળ. નિષ્ણાત.સહિત ના ડોક્ટરો ની કાઈમી કરવા રજુઆતો કરાઇ છે …

ઉના સરકારી હોસ્પિટલ પહેલા સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર હતું જેને રાજ્ય સરકાર દ્વારા સબબડીસટીક હોસ્પિટલ નો દરજ્જો આપવામાં આવ્યો છે આ દરજ્જો આપ્યા પછી તેનું પહેકમ મજુર કરાયુ છે મહેકમ મંજુર કર્યા પછી આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા પુરતા ડોક્ટરો ની નિમણૂક કરાઈ નથી .આવિસ્તાર નું દુરભાગ્યા છે ભુતકાળમાં ડોક્ટરો ની ખાલી જગ્યાઓ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉના ટાવર ચોક ખાતે ૨૩થી૨૪ દિવસ સુધી ઉપવાસ આંદોલન કરી બે ડોક્ટરો ની નિમણૂક કરાવી હતી .આ વિસ્તાર ના ગરીબ અને છેવાડાના લોકોને રાહત આપવા માટે તેનું કામ કરાયું હતું ત્યાર બાદ આજની તારીખે સુધી ડોક્ટરો ની જે ખાલી જગ્યાઓ છે તે ભરવા મા આવી નથી. ગંભીર ચિંતા નો વિષય તો એ છે સબબડીસટીક હોસ્પિટલ બન્યા પછી ૨૦૧૦ અધ્યક્ષક વર્ગ એક ની જગ્યા ખાલી છે .તેમજ ૩૦-૧૧-૨૦૨૩થી આર એમ ઓ ની જગ્યા ખાલી છે .તેમજ ફીજીસ્યન ની જગ્યા ખાલી છે.જનરલ સર્જન ની જગ્યા ખાલી છે .એનનેસીક થીતીયા ની જગ્યા ખાલી છે .આમ તો પરીસ્થીતી એવી છે કે કોઈપણ દર્દી નું ઓપરેશન કરવું હોય તો તો સીસી સુધાડવી પડે સીસી સુધાડના ડોક્ટર રજ નથી તો ઓપરેશન ક્યાંથી થાય.સ્ત્રી રોગ નિષ્ણાત ની જગ્યા લાંબા સમય થી જગ્યા ખાલી છે.મેડીકલ હોફિસર ની જગ્યા ખાલી છે જેની પાંચ જગ્યા મહેકમ મંજુર થયેલ હોય જેમાં થી એક રેગ્યુલર છે અને ચાર બોન્ડેડ છે એમાં પણ બોન્ડેડ પર મોટાભાગે રજાઓ પર રહે છે ઓર્થોડોક્સ ની જગ્યા ભરાયેલ છે એપણ સી એમ સેતુ અંતર્ગત ભરાયે હોય .જેમાં સવારે ડોઠ કલાક બજાવે અને સાંજ ના પણ ડોઠ કલાક ફરજબજાવે છે દીવસ દરમિયાન ઓર્થોડોક્સ ડો ની સવાર ની ડોઠ કલાક ની ફરજ અને સાંજ ની ડોઠ કલાક ની ફરજ બાદ કોઈ અકસ્માત સર્જાય તો ડોક્ટર તો નથી મળવા ના નાછુટકે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં જવાનુ .. સ્ત્રી રોગ નિષ્ણાત ડો ની ગેરહાજરી છે ડીલેવરી માટે ગ્રામ્ય માંથી જે લોકો આવતા હોય છે સરકાર હોસ્પિટલ તો ડીલેવરી કોણ કરાવે . સ્ત્રી રોગ નિષ્ણાત સિવાઈ ના ડોક્ટરો ડીલેવરી કરાવે તો સગર્ભા સ્ત્રી ને કોઈ પણ જાત ની તકલીફો પડે તો જવાબદાર કોણ? મુખ્ય જગ્યા ડોક્ટરો ની ખાલી હોવાના કારણે ના છુટકે ગરીબ લોકો અને ગામડા માંથી જે લોકો આવતા હોય છે એને ફરજીયાત પ્રાઈવેટ દવાખાને જવું પડે છે અને પ્રાઈવેટ દવાખાના ઓ દ્રારા જે ચાર્જ વસુલવા માં આવેછે તે અસહ્ય છે સરકારી હોસ્પિટલમાં તબીબી ની ધટ પુરતી કરવા માં આવે.

ઉના તાલુકો એ છેવાડા નો સાગર ખેડુ પછાત ગરીબ અને બક્ષીપંચ લોકો નો તાલુકો હોય .ત્યારે ભુતકાળમાં અને આંદોલન કરેલા તેમજ સબબડીસટીક હોસ્પિટલ પણ જાહેર થઈ ગયેલ હોય ૨૦૧૭.જ્યારે નિતીનભાઇ પટેલે હતા ત્યારે તેમણે ઉના સબબડીસટીક હોસ્પિટલ જાહેર કરેલ .જેને ધણા વર્ષો વિતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી .તેમજ નથી હોસ્પિટલ નું નવુ બિલ્ડીંગ બનાવવા મા આવતું .જેમાં મુખ્ય સમસ્યા સરકારી હોસ્પિટલ માં ડોક્ટરોની ધટ ની છે માત્ર એમ બી બીએસ ડોક્ટર થી આખી હોસ્પિટલ ચાલે છે મહેકમ પણ પુર્ણિથયુ છે છતાં મહત્વ ના ગાઈનેક બાળ રોગ નિષ્ણાત એમ એસ સર્જન જેવા ડોક્ટરો ની ધટ છે . ત્યાંરે નાછુટકે ગરીબ લોકો ને ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે ત્યારે વિસ્તાર ના સુખાકારી માટે સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો ની નિમણૂક કરવા માં આવે.

ઉના સરકારી હોસ્પિટલ ના ખજાને ખોટ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હોસ્પિટલ માં ગાઈને ડોક્ટર ન હોવા થી સગર્ભા સ્ત્રી ને ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ખર્ચીને જવું પડે છે ત્યારે પહેલા સરકારી હોસ્પિટલમાં એક મહિના માં ૩૦૦થી ૪૦૦ મહિલાઓની ડીલેવરી કરાવતી હતી હાલ નિ સ્થિતિ એવી છે કે ગાઈને ડોક્ટર ન હોવા થી માત્ર ૨૦થી૩૦ જેટલી જ ડીલેવરી પણ નથી થતી .વધુ માં સરકારી હોસ્પિટલમાં ડ્રેસર એક જ છે હોસ્પિટલમાં ઝાડુ પોતા કરતા વર્કરો પાસે ડ્રેસીગ કરાવાઈ છે .જો નર્સિંગ સ્ટાફ ની વાત કરીએ તો તેઓ મોબાઈ માંથી રીલ જોવા માંથી ઉચા નથી આવતા . ડોક્ટરો ની નિમણૂક થાય અને નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ જવાબદારી થી નિભાવી જોઈયે

ઉના તાલુકાના ૭૭ ગામ વચ્ચે એક માત્ર સરકારી હોસ્પિટલ આવેલ છે જે હાલ સબબડીસટીક હોસ્પિટલ ની સાથે ૧૦૦ બેડ ની હોસ્પિટલ સરકારી ચોપડે છે પરંતુ છે માત્ર ૩૦ બેડ..હાલ ઉના સરકારી હોસ્પિટલમાં તબીબી ના અભાવે સરકાર ની કરોડો રૂપિયા ની મિડીકલ સામગ્રી ઓ ધુળ ખાઈ રહી છે ત્યારે આ હોસ્પિટલ માં રહેલ બોન્ડ પર ના ડોક્ટરો પોતાનુ કેનીક ચલાવવા માટે સરકારી હોસ્પિટલ આવતા દર્દીઓને તમારે તેજે નામ ની પોતાની હોસ્પિટલ માં સારવાર લેવી પડશે…હાલ તો સરકારી હોસ્પિટલ બંધ હોય તેવું લાગી રહ્યું છે.