Surat News/ સુરતમાં પત્નીએ દૂધમાં ઝેર આપી ગળુ દબાવી પતિની હત્યા કરી

સેક્સવર્ધક દવાઓ બાદ પતિની હેવાનીયતથી કંટાળીને પત્નીએ હત્યા(Killed) કરી

Gujarat Surat
Killed

Surat News : સુરતના લિંબાયત વિસ્તારમાં એક કંપારી છૂટી જાય તેવી હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના જ પતિની નિર્મમ હત્યા (Killed) કરી હોવાનું ખુલ્યું છે. આ હત્યા પાછળનું કારણ પતિ દ્વારા લેવામાં આવતી સેક્સવર્ધક દવાઓ અને તેના કારણે કરવામાં આવતો સતત શારીરિક તથા માનસિક ત્રાસ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક રીતે સામાન્ય બીમારીથી મોત થયું હોવાનું બતાવાયું હતું, પરંતુ દફનવિધિ સમયે ઊભા થયેલા વિવાદ બાદ સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો.

મુંબઈમાં નોકરી, મહિનામાં એકવાર સુરત આવતો પતિ

મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને તે મહિનામાં એકાદવાર સુરતમાં પોતાના ઘરે આવતો હતો. પત્ની ઈશરત જહાન સાથે તેનો સંબંધ લાંબા સમયથી તણાવભર્યો હતો. પત્નીના જણાવ્યા મુજબ, પતિ જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સવર્ધક ગોળીઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો. આ અત્યાચાર એટલો ભયાનક હતો કે તેને ગંભીર શારીરિક ઈજા અને માનસિક પીડા સહન કરવી પડતી હતી. જેને કારણે પત્નીએ હત્યા(Killed) કાવતરૂ ઘડ્યું હતું.

સતત શારીરિક યાતનાથી પત્ની માનસિક રીતે તૂટી ગઈ

પત્ની ઈશરત જહાને પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પતિ દર મહિને આવીને તેને માર મારતો અને એટલી હદે યાતના આપતો કે તેના શરીરમાંથી લોહી નીકળવા લાગતું હતું. લાંબા સમયથી ચાલતા આ અત્યાચારને કારણે તે માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. પતિ પ્રત્યેના ભય અને રોષે અંતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું.

હત્યાનું કાવતરું ઘડાયું, હળદરવાળા દૂધમાં ઝેર ભેળવ્યું

પત્નીએ પતિને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનો નિર્ણય લીધો. ગત 1 જાન્યુઆરીએ જ્યારે હૈદરઅલી મુંબઈથી સુરત આવ્યો હતો, ત્યારે રાત્રે પત્નીએ તેને પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું. આ દૂધમાં તેણે ચોરીછુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી હતી. શરૂઆતમાં ઝેરની અસર ધીમે ધીમે થતી રહી.

તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ, બાદમાં મોત

5 જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત અચાનક બગડી હતી. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પત્નીએ આ ઘટનાને સામાન્ય બીમારીથી થયેલ મૃત્યુ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

દફનવિધિના સ્થળને લઈને વિવાદ, શંકા ઘેરાઈ

હૈદરઅલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી હતી. મૃતકનો ભાઈ લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતે આવેલા તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો. જોકે, પત્ની ઈશરત જહાન જીદ પર અડી રહી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવે. આ મુદ્દે ભાઈ અને ભાભી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીના શંકાસ્પદ વર્તનને કારણે મૃતકના ભાઈને તેના ભાઈના મોતમાં ગડબડ હોવાની શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી હતી.

પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો

પોલીસે શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું હતું કે હૈદરઅલીનું મૃત્યુ માત્ર ઝેરથી થયું નથી. રિપોર્ટ મુજબ તેના ગળા અને છાતી પર દબાણ કરવામાં આવ્યું હતું. તબીબી ભાષામાં મોતનું કારણ “Asphyxia due to compression over neck and chest” હોવાનું નોંધાયું હતું.

પત્નીએ હત્યા(Killed)નો ગુનો કબૂલ્યો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે પત્નીની પૂછપરછ કરતાં તેણે આખી ઘટના કબૂલી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે ઝેર આપ્યા બાદ જ્યારે પતિ નબળો પડી ગયો હતો, ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેની હત્યા (KIlled) કરી નાંખી હતી.

પોલીસે ગુનો નોંધ્યો, આરોપી પત્નીની ધરપકડ

લિંબાયત પોલીસે આ મામલે આરોપી પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને કરવામાં આવતી હેવાનીયત આ હત્યા (killed)નું મુખ્ય કારણ બની છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

 હત્યા(Killed)ની આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે અને ઘરેલુ હિંસા તથા માનસિક ત્રાસ કેટલા ભયાનક પરિણામે પહોંચી શકે છે તે ફરી એકવાર સામે આવ્યું છે.


આ પણ વાંચો : જામનગરમાં પ્રેમ લગ્નના વિવાદમાં જૈન યુવાન નિલય કુંડલિયાની છરીના ઘા મારી હત્યા

આ પણ વાંચો : અમદાવાદમાં BGMI ગેમના ઝઘડામાં હત્યા,2ની ધરપકડ

આ પણ વાંચો : લોહીના સંબંધો લજવાયા! પુત્રની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા