Surat News/ PM મોદીના સ્વાગતમાં 48 કલાકારોની અનોખી પહેલ

સમગ્ર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

Gujarat Surat
સમગ્ર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

Surat News : સમગ્ર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે (World Environment Day)સુરતની મુલાકાતે (Surat Visit)આવનાર વડાપ્રધાનના સ્વાગત માટે દક્ષિણ ગુજરાતના 48 ચિત્રકારોએ ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ હોર્ડિંગ્સ તૈયાર કર્યા છે.

આ વિષે વધુ વિગત કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઈ જાપડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનના ‘પર્યાવરણ સંવર્ધન’ અને ‘સ્વચ્છતા અભિયાન’ના સંદેશને વેગવંતુ કરવા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત, ભરૂચ, બારડોલી, નવસારી, વાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાંથી વિવિધ 48 કલાકારોએ માત્ર 3દિવસમાં સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ(Eco-friendly Hoardings) હોર્ડિંગ્સ અને પોસ્ટરો તૈયાર કર્યા છે. જેમાં 10*10ના 40 અને 10*15ના 20 મળી કુલ 60પોસ્ટરો થીમ આધારિત બનાવાયા છે.

આ કલાકૃતિઓની મુખ્ય વિશેષતા એ છે કે તેને ‘માંજરપાટ’ એટલે કે શુદ્ધ સુતરાઉ કાપડ પર કંડારવામાં આવી છે. અને આ ચિત્રોને જીવંત કરવા માટે કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલયુક્ત રંગોના બદલે નુકશાન રહિત વોટર કલરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરો થકી ગ્રીન એનર્જી, પર્યાવરણ સંવર્ધન, મેટ્રો રેલ પ્રોજેક્ટ, સોલાર એનર્જી, સ્વછતા અભિયાન અને કન્યા કેળવણી સહિતના સંદેશ આપવામાં આવ્યા છે. પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા અને પ્રકૃતિને બચાવવા માટેનો આ કલાત્મક પ્રયાસ સમાજ માટે એક નવી દિશા ચિંધનારો સાબિત થશે.


આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, સુરત અને દેવ મોગરાની લેશે મુલાકાત

આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાત પ્રવાસે, ભાવનગરમાં કરશે રોડ શો