Not Set/ ફૂલગ્રામના રક્તદાન કેમ્પમાં કોરોના વોરિયર્સ પાંચ તબીબોનું શિલ્ડ આપી સન્માન

સુરેન્દ્રનગરનાં મહાત્મા ગાધી સ્મારક જનરલ હોસ્પિટલ નાં સંયોજક થકી ફૂલગામમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે હેતુથી મહાત્મા ગાંધી સ્મારક જનરલ

Gujarat

 દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનાં મહાત્મા ગાધી સ્મારક જનરલ હોસ્પિટલનાં સંયોજક થકી ફૂલગ્રામમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે હેતુથી મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ બ્લડબેંક સુરેન્દ્રનગરના સંયોજક થી યોજાયો હતો. આ કેમ્પમાં 50 રકતદાતાઓ અને બ્લડ આપીને યસ મેળવ્યો હતો.

રક્તદાન  કેમ્પમાં ફૂલગ્રામના પાંચ ફ્રંટલાઈન કોરોના વોરિયર કે જેમને કોરોના મહામારી ના સમયમાં ફૂલગ્રામ અને આસપાસના અન્ય ગામના હજારો દર્દીઓ ની સેવાકીય યજ્ઞ રૂપી કાર્ય કર્યું છે.

ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ ડૉ.રોહનભાઈ ત્રિવેદી,પ્રવીણભાઈ કારેલીયા,ડૉ.હિમાંશુ બેડીયા તથા  ફૂલગ્રામના આરોગ્ય કર્મચારી મિત્રો ચેતનાબેન રાવલ FHW,મૂકેશભાઈ ચાવડા MPHW,નું સેવાકીય કાર્ય બદલ સમસ્ત ફૂલગ્રામ વતી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.