દેશમાં એક તરફ નારી સશક્તિકરણ અને નારી સનમાનની વાતો જોરશોરથી થઇ રહી છે, તો બીજી તરફે નારીને આહત કરવાનો એક પણ મોકો જોણે ચુકવામાં ન આવતો હોય તેવી રીતે કોઇને કોઇ પ્રાંતમાં કે વિસ્તારમાંથી રોજ ને રોજ દિલ દહેલાવી દેતી ઘટનાઓ સામે આવ્યા જ કરે છે. નારી અપરાધનાં દરિંદાઓ ફાંસીની સજા મળ્યાનાં ચોથા વર્ષે પણ કાનુની સવલતોનાં નામે ફાંંસીને જ લટકાવી રહ્યા હોય તેવુ જોવામાં આવી રહ્યું છે.
દેશમાં બળાત્કાર, હત્યા અને એસિડ એટેક જેવી જઘન્ય સામે લોક જાગૃતી લાવવા માટે અનેક પ્રકારનાં કેમ્પેનીંગ અને ફિલ્મો આવી રહ્યા છે, પરંતુ અપરાધો વધી જ રહ્યા છે અને થોડા અંશે તેવી પણ આશંકા મનમાં મુકતા જઇ રહ્યા છે કે આ અવેરનેશની કોઇ નેગેટીવ અસરો તો નથી ને?
જી હા આ વાત ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે ગુજરાતમાં એસિડ એટેક જેવી જઘન્ય ઘટના ઘટી છે, ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં નાનકડા એવા ઉમરગામમાં શર્મસાર ઘટના બની છે. ઉમરગામમાં મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. ગામની એક મહિલા પર અજાણ્યા બાઈક ચાલક દ્વારા એસિડ ફેંક્યાની ફરિયાદ નોંધાઇ હોવાની વિગતો સામે આવી રહી છે. ઉમરગામ પાલિકાનાં દેહરી રોડ પર આ ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ત્વરીત તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ફેંકાયેલ એસિડ મહિલાનાં દુપટ્ટા અને કપડા પર પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ જ્યારે અપરાધ જો એસિડ એટેક જેવો જઘન્ય પ્રકારનો હોય તો પછી તેમાં નુકસાની કરતા માનસીકતા વઘુ મહત્વની હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
