નવી દિલ્હી,
આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ના મળવાની નારાજગીના કારણે શુક્રવાર સવારના રોજ સંસદમાં મોદી સરકારના વિરુદ્ધ પહેલું વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારમાંથી બહાર થયા બાદ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ હવે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન છોડવાની જાહેરાત કરી છે.
TDP withdrew support from NDA, which did injustice to AP, TDP President Chandrababu Naidu took this decision in an emergency teleconference with party politburo members and MPs, which was unanimously supported. TDP to also introduce no-confidence motion against NDA govt: AP CMO pic.twitter.com/ZJCEJI3sJM
— ANI (@ANI) March 16, 2018
મોદી સરકારને કેન્દ્રમાં લગભગ ચાર વર્ષ થઈ ગયા છે. હવે આગળની ચુંટણીની તૈયારી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ મોદી સરકાર માટે હાલ વિપક્ષી અને તેના સાથી દળો મુશ્કેલીઓ વધારતા જ જાય છે.
Letter of YSR Congress Party MP YV Subba Reddy to Lok Sabha Secretary-General for moving motion on 'No-Confidence in the Council of Ministers' in the house. pic.twitter.com/FADQCKVOig
— ANI (@ANI) March 16, 2018
ટીડીપીનું કહેવુ છે કે, કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા આપવાને લઈ સહેજપણ ગંભીર નથી. આવી સરકારને અમે સમર્થન આપી શકીએ નહીં. લોકસભાની ૩ બેઠકોની પેટાચુંટણીમાં હાર બાદ ભાજપ માટે આ બીજા મોટો ઝટકો છે.
ટીડીપીએ એનડીએ છોડ્યા બાદ અને પેટાચુંટણીમાં ભાજપને મળેલ હાર બાદ હવે શિવસેના, અકાળી દળ જેવા મહત્વના પક્ષો ભાજપનુ નાક દબાવી શકે છે.
નાણાં મંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા આપી શકાય તેમ નથી. કારણકે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા આપવામાં આવે તો બિહાર, ઝારખંડ, ઓરીસ્સા જેવા રાજ્યો પણ આવી માંગ કરી શકે છે.
CPI(M) supports the no-confidence motion being brought against the BJP government. Its betrayal of the promise of special status for Andhra Pradesh is inexcuseable. Its all-round failure and evasion of parliamentary accountability needs to be highlighted.
— Sitaram Yechury (@SitaramYechury) March 16, 2018
જેટલીની આ જાહેરાત બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર સરકારમાંથી પોતાના બે મંત્રીઓના રાજીનામા અપાવ્યા હતા. જેના જવાબમાં ભાજપે પણ આંધ્રપ્રદેશ સરકારમાંથી પોતાના બે મંત્રીઓના રાજીનામા અપાવી દીધા હતા.
#WATCH TDP MPs stage protest in front of Mahatma Gandhi statue in Parliament, raise slogans of 'We want justice, NDA talaq, talaq, talaq.' pic.twitter.com/qOWDBOqO9q
— ANI (@ANI) March 16, 2018
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે જાડાયેલ શિવસેના અવાર-નવાર ભાજપ પર અહંકારનો શિકાર થયો હોવાના આક્ષેપ કરતુ આવ્યુ છે. એટલુ જ નહીં શિવસેના એવા પણ આક્ષેપ કરે છે કે ભાજપ પોતાના સહયોગી પક્ષને સાથે લઈને ચાલતુ નથી. જેના કારણે લોકસભાની ચુંટણી પહેલા ભાજપની મુશ્કેલી વધી શકે છે. તેલુગુ દેશમ પાર્ટીના 16 સસંદસભ્યો છે,જ્યારે ભાજપના 275 સસંદસભ્યો છે.
હાલ લોકસભાની સ્થિતની વાત કરીએ તો,
ભારતીય જનતા પાર્ટી-272+1( સ્પીકર), કોંગ્રેસ-48
AIADMK-34, તૃણમૂલ કોંગ્રેસ-34
BJD-20, શીવસેના-18
ટીડીપી-16, ટીઆરએસ- 11
સીપીઆઈ(એમ)-9, વાઈએસઆર કોંગ્રેસ-9
સમાજવાદી પાર્ટી-7, અન્ય બીજી પાર્ટીના સાંસદ-58 અને 5 સીટો હજુ પણ ખાલી છે.
