રાજકોટ જીલ્લાના ધોરાજીનાં તમામ રૂપકડા માર્ગો ની ચોમાસામાં પોલ ખુલી કોન્ટ્રાકટરો ની કરામત ખુલ્લી પડી ગંદકી ડહોળા પાણી બાદ હવે રોડ રસ્તા ની સ્થિતિ બગડી સ્થાનિક લોકો અને આગેવાનો માં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ધોરાજી શહેર જાણે વિકાસનાં નકશાની બહાર હોય તેવી સ્થિતિ સર્જાય છે શહેર ની હાલત રામ ભરોસે હોય તેવો તાલ ઘડાયો છે. ધોરાજી શહેર માં ભૂગર્ભ ગટરનાં કામો ચાલતાં તે સમયે ધોરાજીનાં નગરજનો એ ચાર થી પાંચ વર્ષ સુધી ભયંકર યાતનાઓ વેઠી હતી. અનેક આંદોલનો અને કાર્યક્રમો અને વિરોધો રોડ રસ્તા ને લઈને ધોરાજીમાં થયાં હતાં. ત્યાર બાદ રોડ રસ્તાનાં કામો હાથ ધરવામાં આવ્યા હતા. પણ હજું ઘણાં વિસ્તારોમાં રોડ રસ્તાનાં કામો હાથ ધરવામાં આવ્યા નથી.
તેમ છતાં વર્ષો બાદ માંડ માંડ ધોરાજીનાં રોડ રસ્તા ડામરથી મઢાયા હતા. જેમાં સરદાર ચોક થી જમનાવડ રોડ સ્ટેશન રોડ જુનાગઢ રોડ સુધી નાં એકાદ કે દોઢ વર્ષ પૂર્વે થયેલાં રસ્તાઓ ડામરથી મઢાયેલા રસ્તાઓનાં ડામરો વરસદમાં ધોવાઈ જવાં પામ્યા છે, અને કરામાતી કોન્ટ્રાકટરોની કરામત લોકો ની સામે ખુલ્લી પડી ગઈ છે. નબળા રોડ રસ્તા પાછળ જવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરી ફરી સમારકામ હાથ ધરાય અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
શહેરનાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાને કારણે નાનાં મોટાં અકસ્માતો છાસવારે બનતાં જોવાં મળે છે. એવો જ એક કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે તો એક વ્યકિત મોટરસાઈકલ દરમ્યાન સ્લીપ થતાં પડતાં ગંભીર ઈજા પહોંચી છે તે પણ પોતાની વ્યથા જણાવે છે, તો રોડ રસ્તાઓ લઈને ધોરાજીનાં બુધ્ધિ જીવી આગેવાનોમાં પણ ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે ધોરાજી શહેર ની જનતા ની સુખાકારી સુવિધાઓ માં તંત્ર નિષ્ફળ રહયું છે એ સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
