Surat News/ સુરત પાસોદરામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, ભાઈ-બહેન સહિત 3 ઝડપાયા

સુરતના પાસોદરામાં ફ્લેટમાં મસાજ પાર્લર (Massage Parlour Raid)ની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દરોડામાં ભાઈ-બહેન સહિત ત્રણ લોકો ઝડપાયા છે અને બે ગ્રાહકો પણ મળી આવ્યા હતા.

Top Stories Gujarat Surat Breaking News
Massage Parlour Raid: ₹1000માં ગ્રાહકો લાવતો ભાઈ, બહેનના ફ્લેટમાંથી ચાલતા રેકેટનો પર્દાફાશ

Surat News: સુરત શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાસોદરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં મસાજ પાર્લર (Massage Parlour Raid)ની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દરોડા દરમિયાન ફ્લેટમાંથી ભાઈ-બહેન સહિત ત્રણ સંચાલકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે મહિલાઓ અને બે ગ્રાહકો પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, લસકાણા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ.બી. ઝાલાને માહિતી મળી હતી કે પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપના એક ફ્લેટમાં મસાજ પાર્લર (Massage Parlour Raid)ની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે.આ બાતમીના આધારે પોલીસ ટીમે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ફ્લેટમાંથી સંચાલનમાં સામેલ લોકો ઝડપાયા હતા.

ફ્લેટમાંથી બે મહિલાઓ અને બે ગ્રાહકો મળ્યા

પોલીસ તપાસ દરમિયાન એક રૂમમાંથી એક મહિલા સાથે 18 વર્ષીય વિદ્યાર્થી મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક 19 વર્ષીય વિદ્યાર્થી વેઈટિંગ એરિયામાંથી મળી આવ્યો હતો.આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી બીજી મહિલા પણ મળી આવી હતી. પોલીસની અચાનક કાર્યવાહીથી સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

Massage Parlour Raid: ગ્રાહક દીઠ રૂપિયા 1000 લેતા હોવાની માહિતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગ્રાહકો પાસેથી એક વ્યક્તિ દીઠ રૂપિયા 1000 લેવામાં આવતા હતા. ફ્લેટની માલિકી જાગૃતિ ઉર્ફે ક્રિષ્ણા સતીષ રાજપરાની હોવાનું જાણવા મળ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર, તેનો ભાઈ કાળુ બહારથી ગ્રાહકો લાવવાનું અને ફ્લેટની બહાર નજર રાખવાનું કામ કરતો હતો. દરોડા (Massage Parlour Raid) દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 1000 અને અંદાજિત રૂપિયા 21 હજારની કિંમતનો મોબાઈલ પણ કબજે કર્યો છે.

Massage Parlour Raid: ભાઈ-બહેન સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં:

જાગૃતિ ઉર્ફે ક્રિષ્ણા સતીષ રાજપરા (ઉંમર 39 વર્ષ) – ફ્લેટ માલિક અને મુખ્ય સંચાલક

કાળુ ભીખા ચાવડા (ઉંમર 34 વર્ષ) – ગ્રાહકો લાવવાનું અને વ્યવસ્થા સંભાળવાનું કામ

પૂજા ઉર્ફે પૂનમ હિરાણી – સ્થળ પર મેનેજમેન્ટ અને સંચાલન સંભાળતી હતી. પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકીય જોડાણ અંગે પણ તપાસ

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના પરિવારના એક સભ્ય અંગે રાજકીય જોડાણ હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, જાગૃતિ અને કાળુનો સગો ભાઈ વિશાલ ચાવડા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:મોડાસા-શામળાજી હાઈવે પર ‘ફેમિલી સ્પા’ની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો:વલ્લભ વિદ્યાનગરના રોઝ સ્પામાં સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની યુવતીઓ સહિત 9 રૂપલલના ઝડપાઈ

આ પણ વાંચો:હોટલનો રૂમ, ત્રણ છોકરીઓ અને ડમી ગ્રાહક… રહેણાંક વિસ્તારમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું