મંતવ્ય ઇમ્પેક્ટ/ કેશોદમાં મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ અધિકારીઓ દોડયા અને હોર્ડિંગ્સ બોર્ડ ઉતાર્યા

કેશોદના પ્રાંત અધિકારી દ્વારા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર જાહેરાતોના ઉભાં કરવામાં આવેલ હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવા કેશોદ નગરપાલિકા કચેરીને લેખિતમાં આદેશ આપ્યો હતો

Gujarat Mantavya Exclusive
હોર્ડિંગ્સ બોર્ડ

કેશોદ વિસ્તારમાં વરસાદની આગાહીની અસરથી જાનમાલને નુકસાન થતા અટકાવવા કેશોદમાં જોખમી  હોર્ડિંગ્સ બોર્ડ હટાવવાની કામગીરી કરવાની સૂચના પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવી હતી છતાંય કેશોદનાં સત્તાધીશોએ એ બાબતને ગણકારી નહોતી અને હોર્ડિંગ્સ એમજ લાગેલા હતા. ત્યારે ‘મંતવ્ય ન્યૂઝ’ દ્વારા આંગએ એક ખાસ અહેવાલ પ્રસારીત કારવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત થતાં જ કેશોદનાં કર્મચારીઓ દોડયા હતા. કેશોદનાં જાહેર માર્ગો પરથી અનેક વિસ્તારોમાંથી જોખમી હોર્ડિંગ્સ બોર્ડ નીચે ઉતારી લેવાયા હતા. કેશોદનાં ચારચોક સહિત જાહેર માર્ગોના વિસ્તારોમાંથી કામ ચલાવ જોખમી હોર્ડિંગ્સ બોર્ડ હટાવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

‘મંતવ્ય ન્યૂઝ’ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ સમાચાર નીચે અનુસાર છે.

કેશોદ શહેરમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સલામતીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે દિવસ શાળા કોલેજો બંધ રાખીને જરૂરીયાત ઉભી થાય તો અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્કેયારે શોદના પ્રાંત અધિકારી દ્વારા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર જાહેરાતોના ઉભાં કરવામાં આવેલ હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવા કેશોદ નગરપાલિકા કચેરીને લેખિતમાં આદેશ આપ્યો છે છતાં અધિકારીઓ અને કર્મચારીઓએ એ આદેશનું પાલન કર્યું નથી. વધુ વિગત અનુસાર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ છે. અનેક જગ્યાઓ પર તો ભારે તારાજી સર્જાઈ છે. બોડેલીમાં તો પૂરની સ્થિતિ છે. જ્યારે સૌરાષ્ટ્ર ભરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું છે. અત્યાર સુધીમાં વરસાદના કારણે કેટલાક લોકોના મકાન પડી ગયા છે તો કોઈના મોત પણ થયા છે ત્યારે સાવચેતીના ભાગ રૂપે કેશોદ નગરપાલિકાને લેખિતમાં આદેશ કર્યો છે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ અને આધિકારીઓને આ આદેશનું કોઈ મહત્વ હોય કે હોર્ડિંગ્સસ પડવાથી શહેરીમાં જાનહાની અને માલહાની થઇ શકે એવી ચિંતા હોય તેવું લાગતું નથી. જ્યારે પ્રાંતઅધિકારી દ્વારા હોર્ડિંગ્સસ ઉતારી લેવાનો આદેશ છે છતાં પણ નગરપાલિકાને શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા હોર્ડિંગ્સસ ઉતારી લેવામાં કોઈ રસ હોય નહિ તેમાં હજુ હોર્ડિંગ્સસ લાગેલા છે. શું કેશોદ નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ આ હોર્ડિંગ્સસ પડવાની અને જાનહાની તેમજ માલહાની થવાની રાહ જોઈ રહ્યા છે?

આ પણ વાંચો : સાણંદનાં લોદરિયાળ ગામ નજીક એક કંપની કરી છે પોતાની મનમાની : પ્રદુષણથી લઈને ભેદભાવ સુધીના અનેક નિયમોનો કરે છે ભંગ